કાર્યવાહી:શોભાસણ ગામે જુગાર રમતાં 12ને દેત્રોજ પોલીસે ઝડપ્યા, 10250નો મુદ્દામાલ કબજે લેવાયો

રામપુરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેત્રોજ પોલીસની ટીમે શોભાસણ ગામે છાપો મારી જુગાર રમતા 12 શખ્સોને રૂપિયા 10250ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જિલ્લામાં દારૂ જુગાર જેવી બદીઓ નેસ્તનાબૂદ કરવા પોલીસ દ્વારા કાર્યવાહી ધરવામાં આવી રહી છે. વિભાગીય પોલીસ વડા ડૉ, લવીના સિંન્હાના સીધા માર્ગદર્શન હેઠળ વિરમગામ વિભાગની પોલીસ કડક હાથે કાર્યવાહી કરી રહી છે દેત્રોજ પોલીસ સ્ટેશનના એ એન નિનામા પી.એસ.આઇ અનુપસિંહ વનરાજસિંહ સિધ્ધરાજસિંહ અને રણધીર સહિતની પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીને આધારે શોભાસણ ગામે બાબુજી લાલાજી ઠાકોર ના રહેણાંક મકાન ની બાજુની ખુલ્લી જગ્યામાં છાપો માર્યો હતો ગંજીપાનાનો પૈસાની હાર-જીતનો જુગાર રમતા 12 શખ્સોને રૂપિયા 10250ના મુદ્દામાલ સાથે ઝડપી તમામને જેલ હવાલે કર્યા હતા. જુગાર રમતા પકડાયેલા આરોપીઓમાં પંકજકુમાર બબલદાસ પટેલ, રતિભાઈ કરસનભાઈ પટેલ, ખોડાભાઈ ત્રિભુવનદાસ પટેલ, રસિકજી નાગજી ઠાકોર, વિક્રમજી બાલસંઘજી ઠાકોર, સંજય દિલાજી ઠાકોર, લાલાજી વેલાજી ઠાકોર, મહેશ કલાજી ઠાકોર, મથુરજી ચુન્ડાજી ઠાકોર, મહેશજી ચંદુજી ઠાકોર, રમેશજી ભીખાજી ઠાકોર, અને બાબુજી લાલાજી ઠાકોર તમામ રહે શોભાસણને ઝડપી લીધા હતા.ઈ જેલ હવાલે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...