તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:એદલા રોડ પરથી પરપ્રાંતીય દારૂ ભરેલી કાર સાથે 1 શખ્સ ઝડપાયો

રામપુરાભંકોડા8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 2 આરોપી ફરાર થતાં પોલીસે પકડવા તજવીજ હાથ ધરી
 • વૈભવી કાર, મોબાઈલ અને 40,200ના દારૂના જથ્થા સાથે કુલ રૂ.3,45,200નો મુદ્દામાલ વિઠલાપુર પોલીસે કબજે કર્યો

વિઠલાપુર પોલીસની ટીમે બાતમીને આધારે એદલા રોડ પરથી પરપ્રાંતિય દારૂ ભરેલી વૈભવી કાર સાથે એક શખ્સને ઝડ લીધો હતો જ્યારે 2 શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. વૈભવી કાર, મોબાઈલ અને 40,200ના પરપ્રાંતિય દારૂના જથ્થા સાથે કુલ રૂપિયા 3,45,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અમદાવાદ રેન્જ આઈ.જી વી ચંદ્રશેખર તથા અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવની સંયુક્ત સૂચનાને ધ્યાનમાં લઈ જિલ્લાનીપોલીસે દારૂ જેવી અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા કમર કસી છે. વિરમગામ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડૉ, લવિનાસિંહના સીધા માર્ગદર્શન હેઠળ વિરમગામ વિભાગની પોલીસ ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. વિઠલાપુર પોલીસ સ્ટેશનના કે.એમ. પ્રિયદર્શી પોલીસ ઇન્સ્પેક્ટર, હેન્દુભાઇ અ. હે. કો., જીગ્નેશકુમાર પોલીસ કોન્સ્ટેબલ ડ્રાઇવર ,સંજય કુમાર, જયેન્દ્રસિંહ, હરેશભાઈ સહિતની પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન બાતમી મળી હતી કે એંદલા માર્ગ પરથી દારૂ ભરેલી કાર આવી રહી છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. વૈભવી કારને દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

કારની તલાશી લેતાં તેમાંથી પરપ્રાંતિય વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની બોટલો અને બિયર સાથે કુલ રૂ. 40,200 દારૂ ઝડપી પાડયો હતો. કાર સાથે સંદેશ સિંહ ધીરુભા ઝાલા (રહે. દેત્રોજ)ને ઝડપી લીધો હતો જ્યારે 2 શકસ સેધુભા સોલંકી (રહે. વિઠલાપુર), ધમભા સોલંકી (રહે વિઠલાપુર)ને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો