તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુનો:પેટલાદમાં ઠપકો આપ્યાની રીસ રાખી માર મારતા ક્રોસમાં ફરિયાદ

પેટલાદ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બિલાડી મરઘીના બચ્ચાં લઈ જતા ઠપકો આપ્યો હતો
 • પેટલાદ શહેર પોલીસે પાંચ જણાં સામે ફરિયાદ નોંધી

પેટલાદના સરફરાઝની ચાલીમાં પાળેલી બિલાડી મરઘીના બચ્ચાં લઈ જતી હોય તે બાબતે રીસ રાખી ઠપકો આપતા માર માર્યો હતો. જે મામલે પેટલાદ શહેર પોલીસે સામ-સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સરફરાઝની ચાલીમાં રહેતા સબાનાબાનુ ઝાકીરહુસૈન શેખ પોતાના ઘર પાસે પોતાની પાળેલી મરધીઓ તથા તેના બચ્ચાને ચણ નાંખી રહ્યા હતા. એ સમયે સુરેશ બાબુ તળપદાની પાળેલી બિલાડી મરઘીના બચ્ચાંને લઈ ગઈ હતી. જેથી સબાનાબાનુએ સુરેશભાઈ અને તેમના પત્ની શારદાબેનને ઠપકો આપી તમારી બિલાડી અમારી મરઘીના બચ્ચા લઈ જાય છે તેને સાચવો તેમ કહ્યું હતું. જેને પગલે શારદાબેન અને તેમના પતિ સહિત અન્ય જણાંએ તેમની સાથે બોલાચાલી કરી માર માર્યો હતો. સબાનાબાનુની ફરિયાદના આધારે પેટલાદ શહેર પોલીસે શારદા તળપદા, સુરેશ બાબુ, અશોક રમણ સહિત ત્રણ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. જ્યારે સામા પક્ષે સબાનાબાનુ અને ઝાકીરહુસૈન વિરૂદ્ધ સુરેશ તળપદાની ફરિયાદના આધારે પોલીસે મારામારીની કલમ હેઠળ ફરિયાદ નોંધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો