તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:શ્રમિકોની ઘરવાપસીને રાજકીયરૂપ અપાયું, પાટડીથી મધ્યપ્રદેશના 606 શ્રમિકોને BJPનાે ઝંડો ફરકાવી વતન મોકલાયા

પાટડી10 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાટડીથી મધ્યપ્રદેશના 606 શ્રમિકોને ખાનગી બસો દ્વારા દસાડા ખાતેથી જીલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઇ પટેલ, પી.કે.પરમાર, ચેતન શેઠ, સોનાજી ભારાણી, જેસીંગભાઇ ચાવડા, નરેશભાઇ પટેલ સહિતના આગેવાનોએ લીલી ઝંડી આપી વિદાયમાન કર્યા હતા. બસોની વ્યવસ્થા અલ્ટ્રાવિઝન સ્કૂલ-પાટડી અને ૐ શાંતિ સ્કૂલ- માલવણના સહયોગથી પાટડી તાલુકાના બીજેપીના કાર્યકર્તાઓ દ્વારા કરાઇ હતી. શ્રમિકોને ફૂડપેકેટ અને પીવાના પાણીની બોટલો, માસ્ક અને  સેનિટાઈઝર સહિતની વ્યવસ્થા કરી આપી હતી. આરોગ્ય વિભાગ દ્વારા તમામ પરપ્રાતિંય શ્રમિકોની મેડિકલ તપાસ પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે જેમાં જિલ્લા કલેટકટર કે. રાજેશના માર્ગદર્શન હેઠળ પાટડી પ્રાંત કલેક્ટર ભરતભાઇ જોષી, પાટડી મામલતદાર કે.એસ.પટેલ, નાયબ મામલતદાર આર.એસ.ખાંભલા સહિતની મામલતદાર કચેરીની ટીમે જહેમત ઉઠાવી હતી.

થાનથી 1200 જણાં ઓરિસ્સા રવાના
થાન સિરામિક એકમોમાં અંદાજે 5 હજારથી વધુ ઓરીસ્સાના શ્રમિકો કામ કરી રહ્યાં છે. કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેર થતાં સિરામિક એકમો ઠપ્પ થઇ ગયા હતા અને શ્રમિકોની હાલત કફોડી બની હતી ત્યારે તંત્ર દ્વારા પરપ્રાંતિયોને વતન પહોંચાડવા માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કામાં થાનથી ઓરીસ્સા જવા માટે કુલ 1200 થી વધુ મજૂરોને મંજૂરી આપવામાં આવતા થાન આરોગ્ય વિભાગની 10 ટીમો દ્વારા તમામ શ્રમિકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો