તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ઇમ્પેક્ટ:પાટડી તાલુકાના ઓડુમાં 45 HPની મોટર લાવી બોરથી રોજ 3 લાખ લિટર પાણી આપવાનું ચાલુ કરાતા ગ્રામજનો રાજીના રેડ

પાટડી10 મહિનો પહેલા
 • પાણી પુરવઠા વિભાગ દ્વારા ઓડું ગામને આજથી 6 કલાક પાણી આપવાનું શરૂ કરાયું

તાલુકાના ઓડું ગામમાં બોર બગડતા ગ્રામજનો તળાવના વિરડામાંથી જીવના જોખમે પાણી લેવા મજબૂર બન્યાનો તસવીર સાથેનો વિસ્તૃત અહેવાલ 11 મેના DivyaBhaskarમાં છપાયો હતો. જેનો પ્રચંડ પડઘો પડતા પાણી પુરવઠા વિભાગના ડેપ્યુટી ઇજનેર સહિતના સ્ટાફે ઓડુંમાં ધામા નાખી પાણી ચાલુ કરવા યુધ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરી હતી. અને સુરેન્દ્રનગરથી 45 HPની મોટર તાકીદે મંગાવી પાણી પુરવઠાના બોરથી ગ્રામજનોને રોજના 6 કલાક લેખે કુલ 3 લાખ લિટર પાણી આપવાનું શરૂ કરાતા પાણી માટે વલખાં મારતા ઓડુંના ગ્રામજનો રાજીના રેડ થઇ ગયા હતા.
પાણી માટે તળવળતા ઓડુના ગ્રામજનોની સમસ્યાને વાચા આપતા સમાચારની લિંક વાંચવા અહીં ક્લિક કરો
કલાકની 50 હજાર લિટર કેપિસિટી સાથે 3 લાખ લિટર પાણી અપાશે
ઓડુંના નાના નાના ભૂલકાંઓ જીવના જોખમે તળાવમાં આવેલા 15 ફૂટ ઊંડા વિરડામાંથી જીવના જોખમે પાણી લેતા હોવાનો તા. 11મી મેના તસવીર સાથેના દિવ્યભાસ્કરના અહેવાલનો પ્રચંડ પડઘો પડ્યો હતો. પોતાની આખી ટીમ સાથે ઓડું ગામે દોડી ગયેલા ડેપ્યુટી ઇજનેર હિતેશભાઇ ચાવડાએ DivyaBhaskarને જણાવ્યું હતું કે, ઓડું ગ્રામજનોની પીવાના પાણીની તકલીફના અખબારી અહેવાલ બાદ જીલ્લાના અધિકારીઓ સાથે સરપંચને સાથે રાખી વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ સોમવારે જ જીલ્લામાંથી 45HPની નવી મોટર મંગાવી એને પાણી પુરવઠા વિભાગના ઓડુંના બોરમાં ફીટ કરાવી એ બોરમાંથી 8 કલાક રણમાં પાણી અપાયા બાદ છ કલાક એ બોરમાંથી ગ્રામજનોને કલાકના 50000 લિટર પાણીની કેપિસિટી સાથે રોજનું 3 લાખ લિટર પાણી આપવાની શરૂઆત કરવામાં આવી છે. છતાં ઓડું ગ્રામજનોને પાણી ઓછું પડે તો વધારાનું પાણી પણ પાણી પુરવઠા વિભાગના બોરમાંથી આપવામાં આવશે.
પીજીવીસીએલે નવું આપ્યા બાદ બોર પણ કાર્યરત
આ અંગે વધુ વિગત આપતા પાણી પુરવઠા વિભાગના ડેપ્યુટી ઇજનેર હિતેશભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, ઓડું ગામના નવો બોરમાટેની કોલમ, કેબલ, સ્ટાર્ટર, પમ્પ અને મોટર સહિતનો સામાન લેવા સરપંચ આજે મંગળવારે સુરેન્દ્રનગર જશે અને એકાદ બે દિવસમાં પીજીવીસીએલ દ્વારા નવું વિજ કનેક્શન આપ્યા બાદ આગામી બે ચાર દિવસમાં ઓડું ગામનો નવો બોર પણ કાર્યરત થઇ ધમધમતો થઇ જશે. ત્યાં સુધી ઓડું ગ્રામજનોને પાણી પુરવઠા વિભાગનો બોરમાંથી રોજ છ કલાક લેખે 3 લાખ લિટર પાણી આપવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે.
(તસવીર અને માહિતી: મનીષ પારીક, પાટડી)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો