તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજીવિકા છીનવાઇ:PM મોદીએ મંગળવારે રાષ્ટ્રજોગ સંબોધનમાં ખાદીનો ઉલ્લેખ કર્યો, 2 મહિનાથી પાટડીના ખાદીવણાટના 400થી વધુ કારીગરો બેરોજગાર

પાટડી10 મહિનો પહેલાલેખક: મનીષ પારીક
 • ચોથા લોકડાઉનમાં કારીગરોના માટે કામ ધંધો નહી રહે તો ‘ગાંધીની ખાદી’ના 400 પરિવારોની આજીવિકા છીનવાઇ જવાની ભિંતી
 • અંગ્રેજો સામે આઝાદી મેળવવા પાયાનું હથિયાર અને સ્વદેશી અપનાવવા ગાંધીએ ખાદીનો વપરાશને ઉત્તેજન આપ્યું હતું
 • તાજેતરમાં યુવાનોમાં પણ ખાદીનો ક્રેઝ વધતા વેચાણમાં ઉત્તરોત્તર વધારો નોંધાયો

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવાર રાત્રે રાષ્ટ્ર જોગ આપેલા પ્રવચનમાં ‘ગાંધીની ખાદી’નો ખાસ ઉલ્લેખ કર્યો હતો. પરંતુ કોરોના વાયરસના લીધે છેલ્લા બે માસથી પણ વધારેના લોકડાઉનના કારણે ખાદીના સૂતર કાંતણી અને કાપટ વણાટકામના 400થી વધુ પરિવારો બેરોજગાર બન્યા છે. જોકે, આઝાદીના 73 વર્ષે આજેય ગાંધીની ખાદી હજીય જીવંત છે. યુવાનોમાં પણ ધીમે ધીમે ખાદીનો ક્રેઝ વધતા ખાદીના વેચાણમાં ઉત્તરોત્તર વધારો નોંધાયો હતો.

1980-81માં ખાદી સંસ્થાને પાટડી ખસેડાઈ

પાટડી તાલુકાના આદરિયાણા ગામે આઝાદી બાદ સને 1963માં આધ્યસ્થાપક ભૂપતલાલ વ્રજલાલ દેસાઇ દ્વારા સ્થાપના કરાયા બાદ 1980-81માં આ ખાદી સંસ્થાને આદરિયાણાથી પાટડી લાવવામાં આવી હતી. ત્યારે ખાદીકામમાં રૂને કાંતીને પુણી બનાવ્યા બાદ કાપડનું વણાટકામ, કલરકામ અને ફિનિશિંગ સહિતની પ્રક્રિયાઓ કરવામાં આવતી હતી.

400 પરિવારો સુત્તર કાંતી પેટીયું રળતા

પાટડી તાલુકાના બામણવા, ખારાઘોઢા, ઝીંઝુવાડા, ઘાસપુર, બજાણા અને ખેરવા સહિતના આજુબાજુના ગામડાઓનાં મળીને અંદાજે 400 જેટલા ગરીબ અને પછાત પરીવારો સુતર કાંતણી અને કાપડ વણાટકામ સહિતના ખાદી કામથી રોજીરોટી રળતા હતા. આ 400 જેટલા પરિવારો દ્વારા તૈયાર કરાયેલી ખાદી પાટડી ખાદી ગ્રામોદ્યોગ દ્વારા વિવિધ રાજ્યોમાં મોટા પાયે નિકાસ કરવામાં આવતી હતી. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 22 માર્ચે જનતા કરફ્યુ અપાયા બાદ 24 માર્ચથી તબક્કાવાર 3 લોકડાઉનના સમયગાળાને આજે અઢી માસ જેટલો સમયગાળો થઇ ગયો છે.

2 માસથી ખાદી વણાટ ઠપ્પ

મંગળવારે રાત્રે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર જોગ કરેલા સંબોધનમાં 'ગાંધીની ખાદી'નો ઉલ્લેખ કરી નવા રંગ-રૂપ સાથે ચોથા લોકડાઉનની પણ વાત કરી હતી. ત્યારે છેલ્લા બે માસથી વધુ સમયથી પાટડી તાલુકાના ખાદી વણાટના 400થી વધુ ગરીબ અને પછાત પરિવારો કોઇપણ જાતના કામ ધંધા વગર હાલમાં બેરોજગાર બન્યા છે એ પણ નરી વાસ્તવિકતા છે. અને આગામી સમયમાં ચોથા લોકડાઉનના સમયગાળામાં એમના માટે કામ ધંધો નહી રહે તો 'ગાંધીની ખાદી'ના 400 પરિવારોની આજીવિકા છીનવાઇ જવાની ભિંતી ઉદભવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો