તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગણી:અમારા ભરેલા નાણા અને કમિશન જમા કરાવો: રેશનીંગ દુકાનદારો

પાટડી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 17મેથી રેશનિંગ વિતરણ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી

સરકાર દ્વારા કોરોના વાયરસના ગરીબ લોકોને મફતમાં અનાજ વિતરણ કરતા રેશનીંગ દુકાનદારોના જૂના ભરેલા નાણા તેમજ બે માસનું કમિશન જમા ના કરાવાતા રોસે ભરાયેલા પાટડી તાલુકાના રેશનીંગ દુકાનદારોએ પાટડી પુરવઠા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતુ. રેશનીંગ દુકાનદારો સરકારી પરિપત્રો મુજબ બે માસથી તાલુકાના તમામ કાર્ડધારકોને વિના મુલ્યે પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યોં છે. મહામારીની સમસ્યામાં રેશનીંગ દુકાનદારો સરકારના આદેશ મુજબ પુરવઠા વિતરણની કામગીરી કરી રહ્યાં છે. દુકાનદારોની વિતરણ મુજબના કમિશનના હક્કો અને અેમણે ભરેલા નાણા અેમને પરત મળ્યા નથી. આથી રેશનીંગની દુકાનો ચલાવવા માટે, ઓપરેટરનો પગાર, તોલાટનો પગાર તથા લાઇટ બીલ, સ્ટેશનરી ખર્ચ કે દુકાન ભાડું કાઢવાનો બેવડો માર પડી રહ્યો છે. સરકાર દ્વારા રેશનીંગ દુકાનદારોના ભરેલા નાણા અને બે મહિનાનું કમિશન ખાતામાં જમા કરવામાં નહીં આવે તો આગામી 17મી મેથી રેશનીંગ વિતરણની વ્યવસ્થા ઠપ્પ કરવાની ચીમકી ઉચ્ચારી પાટડી પુરવઠા મામલતદાર મકવાણાભાઇને લેખીત આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો