તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણીનો પોકાર:પાટડીના ઓડુ ગામમાં જીવના જોખમે બાળકો સહિત લોકો 15 ફૂટ ઊંડા વિરડાથી પાણી લેવા મજબૂર

પાટડી10 મહિનો પહેલા
 • ત્રણ વર્ષ અગાઉ બોર બગડી જતા પાણી પુરવઠા વિભાગ સાથે ભાગીદારી બે મહિના પહેલા પંચાયતે બોર બનાવ્યો છે
 • બે મહિનાથી બોર બનીને તૈયાર છે પરંતુ લોકડાઉનના કારણે મોટર ઉતારી નથી અને કનેક્શન ચાલુ થયું નથી

રણને અડીને આવેલા ઓડું ગામમાં 43થી 44 ડીગ્રીની આગ ઓકતી ગરમીમાં પીવાના પાણીનો પોકાર શરૂ થયો છે. ઓડુ ગ્રામ પંચાયતના બોરની મોટર બગડતા પાણી પુરવઠા વિભાગે ટેન્કરથી પાણી આપવા મામલે હાથ અધ્ધર કરી દીધા છે. તેવામાં ઓડુના ગ્રામજનો ધોમધખતા તાપમાં ગામના તળાવમાં આવેલા વિરડામાંથી ખોબે ખોબે પાણી લેવા મજબૂર બન્યા છે. બપોરે આ વિરડામાં પાણી ઓછું થતાં નાના નાના ભૂલકાંઓને બંને હાથ પકડી આ 15 ફૂટ ઊંડા વિરડામાંથી જીવના જોખમે પાણી લેવાની નોબત આવી છે.

પાણીનો પોકાર શરૂ
પાટડી તાલુકાના 5500ની વસ્તી ધરાવતા ઓડુ ગામમાં આજથી ત્રણ વર્ષ અગાઉ બોર બગડી જતા પાણી પુરવઠા વિભાગ સાથે ભાગીદારી કરી એમના બોરમાંથી ઓડુ ગ્રામ પંચાયતની મોટર દ્વારા રણમાં મીઠું પકવતા અગરિયાઓ અને ઓડુ ગ્રામજનોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવતું હતું. હાલમાં રણમાં અગરિયાઓની મીઠું પકવવાની સીઝન પુરી થઇ ગઇ છે એટલે બધા ગામમાં જ છે. તેવામાં પાણીનો પોકાર શરૂ થઈ ગયો છે.

અછત નથી એટલે પાણી પુરવઠા વિભાગ પણ પાણીના ટેન્કર નથી આપતું
ઓડુ ગામના મહિલા સરપંચ લક્ષ્મીબેન ભગાભાઇ નગવાડીયાએ જણાવ્યું હતું કે, ગામમાં નવો બોર બન્યાને બે મહિનાથી પણ વધારે સમય થયો છે. પરંતુ કોરાના વાઈરસમાં લોકડાઉનના લીધે કનેક્શન અને મોટર ઉતારવાનું કામ જ બાકી છે. આ અંગે પાણી પુરવઠા વિભાગને પીવાના પાણીના પ્રશ્ને પાણીના ટેન્કર ચાલુ કરવા વિનંતી કરતા એમણે જવાબ આપ્યો કે, હજી અછત જાહેર કરાઇ નથી એટલે અમે તમારા ગામમાં ટેન્કર ચાલુ કરી ના શકીએ. આથી હાલમાં ગામની મહિલાઓ તળાવના ઊંડા વિરડામાંથી ખોબે ખોબે પાણીની એક એક બૂંદ માટે વલખાં મારવાની નોબત આવી છે.
(તસવીર અને માહિતી: મનીષ પારીક, પાટડી)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો