તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PM મોદીએ કોરોનાની રસીનું પરીક્ષણ નિહાળ્યું:ઝાયડ્સની DNA આધારિત રસી વિશે જાણવા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્લાન્ટની મુલાકાત લીધી, કહ્યું, સમગ્ર ટીમની કામગીરી પ્રશંસનીય

અમદાવાદ10 મહિનો પહેલા
  • વડાપ્રધાને ઝાયડ્સ બાયોટેકની મુલાકાત લઈ અમને તથા અમારા સાયન્ટિફિક સ્ટાફને ખૂબ પ્રોત્સાહિત કર્યાઃ ઝાયડ્સના ચેરમેન પંકજ પટેલ
  • ઝાયડ્સની ઝાયકોવ-ડી વૅક્સિનનું 30 જેટલા લોકો પર પરીક્ષણ કરવામાં આવશે
  • આ વૅક્સિનનું ઉંદર જેવાં પ્રાણીઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં કોઈ આડઅસર જોવા મળી નથી

એક તરફ, અમદાવાદમાં ભારત બાયોટેકની કોવેક્સિન રસીની ટ્રાયલ શરૂ થઇ ચૂકી છે ત્યારે બીજી તરફ, ઝાયડ્સ ફાર્માની કોરોનાની રસી ઝાયકોવિડ વેક્સિનનું પણ અંતિમ તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે. વડાપ્રધાન મોદી સવારે 9 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી ઝાયડ્સ બાયોટેક પાર્ક પહોંચ્યા હતા, જ્યાં તેમણે કંપની દ્વારા વિકસાવવામાં આવેલી ટ્રાયલ વૅક્સિનનું નિરીક્ષણ કર્યું હતું. હાલમાં વડાપ્રધાનની ઝાયડ્સના ચેરમેન પંકજ પટેલ સાથે બેઠક થઈ હતી, જેમાં વૅક્સિન અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.

ત્યાર બાદ તેમણે વૅક્સિન તૈયાર કરનારા સાયન્ટિસ્ટો સાથે પૂછપરછ કરીને વૅક્સિનની સમીક્ષા પણ કરી હતી. મોદીએ PPE કિટ પહેરીને ઝાયડ્સના પ્લાન્ટમાં કોરોનાની વૅક્સિનની ટ્રાયલનું નિરીક્ષણ કર્યું હતું. તેઓ અહીં એક કલાક જેટલું રોકાયા હતા. ત્યાર બાદ તેઓ પુણે જવા માટે ચાંગોદર હેલિપેડ પરથી વાયુસેનાના હેલિકોપ્ટર મારફત રવાના થયા હતા. જ્યાં સીરમ ઈન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે અને બાદમાં હૈદરાબાદ જવા રવાના થશે.

ઝાયડ્સ બાયોટેકના ચેરમેન પંકજ પટેલ.
ઝાયડ્સ બાયોટેકના ચેરમેન પંકજ પટેલ.

વડાપ્રધાને ઝાયડ્સ બાયોટેકની મુલાકાત લઈ અમને ખૂબ પ્રોત્સાહિત કર્યાઃ પંકજ પટેલ
વડાપ્રધાન મોદીએ ઝાયડ્સની મુલાકાત લીધા બાદ ઝાયડ્સ બાયોટેકના ચેરમેન પંકજ પટેલે જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન ઝાયડ્સ બાયોટેકની વિઝિટ માટે પધાર્યા હતા. તેમની આ મુલાકાતથી અમે અને અમારા સૌ સાયન્ટિફિક સ્ટાફ ખૂબજ પ્રોત્સાહિત થયા છીએ. તેમની ઊંડી સમજ અને તેમની દીર્ધદૃષ્ટિને કારણે તેમણે અમને સારાં સૂચનો અને ગાઈડન્સ પણ પ્રોવાઈડ કર્યાં છે. તેમણે અમારા પ્લાન્ટની મુલાકાત લીધી છે એનાથી અમે સૌ પ્રોત્સાહિત થયા છીએ. આત્મનિર્ભર ભારતની આ સફરમાં ઝાયડ્સના 25 હજાર કર્મચારી, 1800થી વધારે સાયન્ટિસ્ટ સતત આ મહામારીની સામે નવી દવાઓ, નવી વૅક્સિન અને નવું ડાયગ્નોસ્ટિક આપવા માટે અવિરત પ્રયત્નો કરી રહ્યા છે. આપ સૌને હું સ્વસ્થતાની શુભકામનાઓ આપું છું અને આશા રાખું છું કે આપ સૌ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવશો અને માસ્ક પહેરીને ફરશો.

ઝાયડ્સના ચેરમેન પંકજ પટેલ તથા સાયન્ટિસ્ટો સાથે બેઠક કરી.
ઝાયડ્સના ચેરમેન પંકજ પટેલ તથા સાયન્ટિસ્ટો સાથે બેઠક કરી.

વેક્સિનના ફેઝ-2નાં પરિણામોની ચર્ચા કરી
વડાપ્રધાન મોદી ઝાયડ્સની કોરોના વેક્સિન પર કામ કરી રહેલા વૈજ્ઞાનિકો સાથે મળીને ફેઝ-2નાં પરિણામોની ચર્ચા કરી હતી. ઝાયડ્સની રસીનું બીજા તબક્કાનું પરીક્ષણ ઓગસ્ટમાં શરુ થયું હતું અને જે નવેમ્બરની શરૂઆત સુધી ચાલ્યું હતું. મળતી વિગતો મુજબ, વડાપ્રધાન અને પંકજ પટેલ વચ્ચે ફેઝ-3ની શરૂઆત અંગે પણ ચર્ચા કરી હતી. કંપનીએ અગાઉ ડિસેમ્બરથી ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ શરુ કરવાની પણ વાત કરી હતી.

ઝાયડ્સ બાયોટેક પાર્કની મુલાકાત બાદ PM મોદીનું ટ્વીટ
ઝાયડ્સ બાયોટેક પાર્કની મુલાકાત બાદ PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું, 'ઝાયડસ કેડિલામાં બની રહેલી DNA આધારિત રસી વિશે જાણવા પ્લાન્ટની મુલાકાત લીધી. સમગ્ર ટીમની કામગીરી પ્રશંસનીય છે અને ભારત સરકાર તેમના પ્રયત્નોમાં તેમની સાથે છે.'

કાફલો વચ્ચે રોકી લોકોનું અભિવાદન ઝીલ્યું
વડાપ્રધાને ઝાયડ્સની મુલાકાત લીધા બાદ પુણે જવા રવાના થયા હતા. તેમણે રસ્તામાં પોતાનો કાફલો રોકીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. અમદાવાદ આવેલા પીએમને જોવા માટે લોકો ચાંગોદરમાં સવારથી જ ઊમટી પડ્યા હતા.

કાફલો રોકીને મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું.
કાફલો રોકીને મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું.
વડાપ્રધાને સાયન્ટિસ્ટો સાથે વૅક્સિન અંગે ચર્ચાઓ કરી.
વડાપ્રધાને સાયન્ટિસ્ટો સાથે વૅક્સિન અંગે ચર્ચાઓ કરી.
ઝાયડ્સમાં તૈયાર કરવામાં આવેલી વૅક્સિન.
ઝાયડ્સમાં તૈયાર કરવામાં આવેલી વૅક્સિન.

વેક્સિનનાં ઉત્પાદન માટેની તૈયારીઓ શરુ
ઝાયડ્સ કોરોનાની વેક્સિન વિકસાવવાની સાથે સાથે તેનું ઉત્પાદન પણ શરુ કરવા પર કામ કરી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, કંપની તેના એક પ્લાન્ટમાં જ 10 કરોડ ડોઝ બની શકે તેવો પ્લાન્ટ પણ બનાવી રહી છે.

બ્લેક BMW કારમાં PM મોદી ઝાયડ્સ પહોંચ્યા.
બ્લેક BMW કારમાં PM મોદી ઝાયડ્સ પહોંચ્યા.

અમદાવાદની ઝાયડ્સ બાયોટેકમાં કોરોના વેક્સિનનું પ્રોડક્શન થશે, જે માટે ઝાયડ્સ બયોટેકની વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અમદાવાદની ઝાયડ્સ બયોટેકમાં ઝાયકોવ-ડી વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. હાલ આ વેક્સિનની તૈયારીઓ પર નજર નાખવા ખુદ વડાપ્રધાન અમદાવાદ આવ્યા છે. અમદાવાદ પધારેલા વડાપ્રધાનના સ્વાગત-સત્કાર માટે પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાની અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, જિલ્લા કલેકટર સંદીપ સાગલે અને ચીફ પ્રોટોકોલ ઓફિસર તેમજ અધિક સચિવ જ્વલંત ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઝાયડ્સ પહોંચીને વડાપ્રધાન રસી વિકસાવનાર વૈજ્ઞાનિકો સાથે ચર્ચાઓ કરી.
ઝાયડ્સ પહોંચીને વડાપ્રધાન રસી વિકસાવનાર વૈજ્ઞાનિકો સાથે ચર્ચાઓ કરી.
અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન મોદી પહોંચ્યા.
અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન મોદી પહોંચ્યા.

ઝાયડસ બાયોટેક પાર્કના પ્લાન્ટમાં વૅક્સિનનું યુનિટ તૈયાર થઈ રહ્યું છે
દેશમાં કોરોના વાઇરસના હાહાકારની વચ્ચે વૅક્સિનની તૈયારીઓને કારણે હાશકારો પણ છે. આ પ્લાન્ટ પર કોરોના વૅક્સિનનું યુનિટ તૈયાર થઈ રહ્યું છે. વૅક્સિનની ટ્રાયલના તમામ તબક્કા પૂર્ણ થયા બાદ અહીં યુદ્ધના ધોરણે કોરોનાની રસીનું ઉત્પાદન કરવામાં આવશે. હાલમાં સોલા સિવિલ ખાતે વૅક્સિનની ટ્રાયલ ચાલી રહી છે, જેમાં વોલન્ટિયર્સ ટ્રાયલ માટે આવી રહ્યા છે.

એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું.
એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું.

પીએમ મોદીના પ્રવાસ દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
વડાપ્રધાન મોદી અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ચાંગોદર હેલિપેડથી ઝાયડ્સ બાયોટેક પાર્ક સુધી તમામ રસ્તા પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ બંદોબસ્તમાં 500થી વધુ પોલીસકર્મીઓ હાજર રહેશે, જેમાં 4 SP, 10 DYsp, 12 PI, 40 PSI સહિત BDDS અને LCB,SOG ની ટીમ પણ વડાપ્રધાનના બંદોબસ્ત માં ખડેપગે રહેશે.

અન્ય સમાચારો પણ છે...