તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડ્રગ્સની હેરાફેરી:અમદાવાદ એરપોર્ટ પરથી 6 કરોડની કિંમતના 2 કિલો કોકેઈન ડ્રગ્સ સાથે દુબઈથી આવેલા ઝામ્બિયન નાગરિકની ધરપકડ

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • NCBની ટીમને બાતમી મળી હોવાથી એરપોર્ટ પર વોચ ગોઠવીને આરોપીને ઝડપી પાડ્યો
  • આ ડ્રગ્સ અમદાવાદમાં કોને સપ્લાય કરવાનું હતું તેની પૂછપરછ શરૂ કરાઈ.

અમદાવાદ એરપોર્ટ પરથી 2 કિલો કોકેઈન ડ્રગ્સ સાથે એક ઝામ્બિન નાગરીક જોન હેંચાબીલાની ગુજરાત NCBની ટીમે ધરપકડ કરી છે. વહેલી સવારે દુબઈથી આવેલી ફલાઈટમાં 2 કિલો કોકેઈન લઈને એક વિદેશી નાગરિક આવી રહ્યો હોવાની બાતમી NCBની ટીમને મળી હતી. જેના આધારે ટીમે એરપોર્ટ પર વોચ ગોઠવી અને તેને ઝડપી લીધો હતો. તેની પાસે રહેલી બેગમાં તપાસ કરતા બે કિલો જેટલું કોકેઈન ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ. 6 કરોડની કિંમત થાય છે. ઝડપાયેલો વિદેશી નાગરિક જોન હેંચાબીલા પોતાની સાથે રહેલી હેન્ડબેગમાં આ કોકેઈન ક્યાંથી લાવ્યો અને અમદાવાદમાં કોને સપ્લાય કરવાનો હતો તે અંગે વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

NCBનું વલસાડ જિલ્લાના ડુંગરી ગામે સૌથી મોટું સર્ચ ઓપરેશન
ગુજરાતમાં ગેરકાયદેસર ડ્રગ્સના વેચાણના વિરોધમાં સૌથી મોટું સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની ટીમે રાજ્યમાં પહેલીવાર ડ્રગ્સના મેન્યુફેક્ચરિંગ યુનિટ પર દરોડા પાડી 4.5 કિલો એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. વલસાડ જિલ્લાના ડુંગરી ગામે કરવામાં આવેલી આ રેડ 20 કલાક સુધી ચાલી હતી. નોર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની ટીમને રેડ દરમિયાન 85 લાખ રૂપિયાની રોકડ રકમ પણ મળી આવી હતી.

વલસાડના ડુંગરી ગામમાં ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ યુનિટ ઝડપાયું હતું
વલસાડના ડુંગરી ગામમાં ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ યુનિટ ઝડપાયું હતું

ફેક્ટરીમાંથી 4.5 કિલો એમ.ડી ડ્રગ્સ મળ્યું હતું
વલસાડ જિલ્લામાં રાજ્યમાં ચાલતા સૌથી મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. 4.5 કિલો એમ.ડી ડ્રગ્સની સાથે પ્રકાશ પટેલ અને સોનું રામ નિવાસ નામના બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓના જુદા જુદા ઠેકાણા પર રેડ દરમિયાન 85 લાખ રૂપિયા રોકડ પણ મળી આવ્યું હતું. જે આ ડ્રગ્સના વેચાણથી થયેલી આવક હોવાનું નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોનું માનવું છે. ડ્રેગ્સના રેકેડ પર દરોડા માટે નાર્કોટિક્સની ટીમ ઘણા દિવસોથી આરોપીઓ પર નજર રાખી રહી હતી.

વલસાડ જિલ્લામાં રાજ્યમાં ચાલતા સૌથી મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો હતો.
વલસાડ જિલ્લામાં રાજ્યમાં ચાલતા સૌથી મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો હતો.

ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ યુનિટ પકડાવવાનો રાજ્યનો પ્રથમ કિસ્સો
રાજ્યમાં પહેલીવાર આ પ્રકારના ડ્રગ્સનું મેન્ચુફેક્ચરિંગ યુનિટ પકડાયું છે. સાથે જ આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં ડ્રગ્સ તથા રોકડ રકમ જર્ત કરાઈ છે. NCBની ટીમ હવે આ મામલે વધુ તપાસ કરશે અને ગેરકાયદેસર MD ડ્રગ્સના નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. મોટી સંખ્યામાં ડ્રગ્સનું રેકેડ મળતા આ મામલે હવે આખી લિંક સામે આવી શકે છે. મેફેડ્રોન ડ્રગ્સનું સેવન કરનારા લોકોમાં વધુ લોકપ્રિય હોય છે.

કોકેઈન મારું ન હોવાનું આરોપીનું રટણ
એનસીબીની ટીમે બાતમીના આધારે દુબઈ ફ્લાઈટમાંથી હેન્ડબેગમાં લઈને આવેલા જોન હેંચાબીલાને અટકાવીને બેગની તપાસ કરી હતી તો શરૂઆતમાં તેણે વિરોધ કર્યો હતો. જો કે બેગમાંથી કોકેઈન મળી આવતા જોન હેંચાબીલાએ મારી હેન્ડબેગમાં કોકેઈનનો જથ્થો કોણે મુકી દીધો તેની પોતાને ખબર ન હોવાનું રટણ કરી રહ્યો હતો.

ગુજરાત કનેકશન અંગે સઘન તપાસ
આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફીયાઓ ગુજરાતમાં સક્રીય થઈ યુવાધનને બરબાદ કરવા માટે વિમાનમાર્ગે નશીલા પદાર્થોની હેરાફેરી કરી રહ્યા હોવાની આશંકા આ આરોપી પકડાતા વધુ મજબૂત થઈ રહી છે. આ દિશામાં એનસીબીના ઉચ્ચ અધિકારીઓ હાલના તબકકે આરોપીની પુછપરછ કરી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ કોકેઈનનો જથ્થો લેવા માટે કોણ આવવાનું હતું અને ત્યાંથી કયા સપ્લાય કરવાનો હતો તે મામલે પણ આરોપીની પુછપરછ જારી હોવાનુ ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...