ભાસ્કર ઈન્ટરવ્યૂ:વધુ લાઈક મેળવવા યુવકો બાઈક પર સ્ટંટ કરે છે, તેમને પકડવા માટે ટ્રાફિક પોલીસે સોશિયલ મીડિયા સ્કવોડ બનાવી : ડીસીપી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સફીન હસન,
ડીસીપી ટ્રાફિક - Divya Bhaskar
સફીન હસન, ડીસીપી ટ્રાફિક
  • SG હાઈવે, સિંધુ ભવન રોડ, SP રિંગ રોડ, રિવરફ્રન્ટ બાઈકર્સ માટે હોટ ફેવરિટ, CCTV સર્વેલન્સ વધારાયું

ચિંતન રાવલ
સોશિયલ મીડિયા પર વધારે લાઈક મેળવવા માટે યુવાનો બાઈક તેમજ કાર ઉપર સ્ટંટ કરતા વીડિયો બનાવીને વહેતા કરી રહ્યા છે. આવા સ્ટંટબાજોને પકડવા માટે ટ્રાફિક પોલીસે રોડ પર લાગેલા સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ વધારવા તેમજ સોશિયલ મીડિયા પર વહેતા થયેલા વીડિયો ચેક કરવા માટે પણ અલગથી ટીમો બનાવી છે. લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે સ્ટંટ કરતા યુવાનોને પકડવા માટે આઈપીએસ અધિકારી સફિન હસને રણનીતિ ઘડી કાઢી છે.

સ્ટંટ રોકવા પોલીસ શું કાર્યવાહી કરી રહી છે?
યંગસ્ટર્સ અત્યારે સ્ટંટ કરી રહ્યા હોવાની વાત તદ્દન ખોટી છે, આ બધંુ તો બહુ લાંબા સમયથી ચાલતંુ આવ્યું છે, પરંતુ પહેલા સીસીટીવીના અભાવે સ્ટંટબાજ પકડાતા ન હતા, તેમજ સોશિયલ મીડિયા પર પણ વધારે પ્રમાણમાં વીડિયો શેર કરતા ન હતા, જેના કારણે સ્ટંટ બાજોને શોધીને પકડવામાં બહુ તકલીફ પડતી હતી, પરંતુ હવે રોડ પર સ્ટંટ કરતા યુવાનો સીસીટીવીમાં કેદ થાય છે, તેમજ સોશિયલ મીડિયા પરથી પણ પોલીસ તેમના વિડીયો મેળવીને કાર્યવાહી કરી રહી છે.
સ્ટંટબાજોના ફેવરિટ વિસ્તાર-રોડ કયા?
મોટાભાગના સ્ટંટ બાજો એસજી હાઈવે, એસપી રિંગ રોડ, રિવરફ્રંટ, સિંધુ ભવન રોડ પર સ્ટંટ કરે છે.
સ્ટંટબાજ તેમજ લોકોના જીવ જોખમમાં મુકે તે રીતે વાહન ચલાવનારા સામે વધારે દંડ વસૂલવા કોઈ કાર્યવાહી ચાલી રહી છે ખરી?
સ્ટંટબાજ સામે ગુનો નોંધી વાહન ડિટેઈન કરી ધરપકડ કરવામાં આવે છે. જ્યારે સગીર વાહનચાલકના કિસ્સામાં માતા-પિતા સામે ગુનો નોંધી તેમને ત્રણ વર્ષની સજા તેમજ 25 હજારનો દંડ થઈ શકે છે. જો કે હવે રોગ-સાઈડ વાહન લઈને નીકળતા ચાલકો સામે પણ આઈપીસી કલમ 289 મુજબ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવશે.
લોકો સુધી પહોંચવા શું આયોજન કરાયું છે?
લોકો સુધી સીધી રીતે પહોંચવા માટે પોલીસે ગતિશીલ અમદાવાદ, સુરક્ષિત અમદાવાદ નામનું એકાઉન્ટ કાર્યરત કર્યુ છે, જેના ઉપર સ્ટંટ બાજ અથવાતો ટ્રાફિક પોલીસને લગતી કોઈ પણ સમસ્યા કોઈ પણ વ્યક્તિ મોકલી શકે છે. જેના આધારે પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...