ચોરીનો નિષ્ફળ પ્રયાસ:અમદાવાદના રામોલમાં યુવકે મોજશોખ માટે રૂપિયા ખૂટતાં બેંકનું એટીએમ તોડવા પ્રયાસ કર્યો, પોલીસે ઝડપી પાડ્યો

અમદાવાદએક મહિનો પહેલા
પોલીસે આરોપીની ધરપકડ કરી
  • એલાર્મ વાગતા ભાગી ગયો પરંતુ આરોપીને રામોલ પોલીસે ઝડપી લીધો
  • આરોપી એ સીસીટીવી કેમેરા પણ ફેરવી નાખ્યા હતા પણ ચેહેરો કેદ થઈ ગયો

શહેરમાં એક જ રાત્રે ATM ચોરીના બે બનાવ પોલીસ ચોપડે નોંધાયા હતા. જેમાંથી રામોલ વિસ્તારમાં ATM તોડી ચોરીના પ્રયાસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મણિનગર વિસ્તારમાં બનેલા બનાવ અંગે પોલીસની તપાસ ચાલુ છે. મહત્વનું છે કે, આરોપી મોજશોખ માટે રૂપિયાની જરૂર હોવાથી ચોરીના રવાડે ચડી ગયો હતો.

બુધવારે સવારે ચોરીનો પ્રયાસ કર્યો
રામોલ પોલીસે યસ ઉર્ફે હની ચૌહાણની ધરપકડ કરી છે. જે રામોલ વિસ્તારનો વતની છે. જેણે 15 ડિસેમ્બરે વહેલી સવારે વસ્ત્રાલમાં આવેલા ખાનગી બેંકના એટીએમનું ડિજિટલ લોક તોડી ચોરીને અંજામ આપવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે આરોપી સફળ થાય તે પહેલા જ એટીએમમાં રહેલું સાયરન વાગતા આરોપી નાસી છૂટ્યો હતો. જોકે બનાવ અંગે પોલીસે ગુનો નોંધી યસ ઉર્ફે ફની ચૌહાણની ધરપકડ કરી છે.

સીસીટીવી ફૂટેજ
સીસીટીવી ફૂટેજ

આરોપીની પૂછપરછ તથા CCTVની ચકાસણી
મહત્વનું છે કે, 15 તારીખે શહેરના મણિનગર વિસ્તારમાં પણ ATM તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે અંગે પણ આરોપીની પૂછપરછ તથા CCTVની ચકાસણી કરવામાં આવી હતી. જોકે, તે અન્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. સાથે જ તપાસ કરતા આરોપી એ સીસીટીવી કેમેરા પણ ફેરવી નાખ્યા હતા. જોકે સીસીટીવીમાં તેનો ચહેરો દેખાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી યુવકની પૂછપરછ કરતા માત્ર મોજશોખ ખાતર રૂપિયાની જરૂર હોવાથી અને એટીએમમાં મોટી માત્રામાં રૂપિયા મળશે તેવી અપેક્ષાથી ચોરી કરવાનું પ્લાનિંગ કર્યુ હતુ. જો કે ડિજિટલ લોક અને સાયરન વાગી જતા આરોપી ચોરી કર્યા વિના જ ફરાર થયો. હતો.

એક જ રાતમાં એટીએમ ચોરીના બે બનાવ બનતા શહેરભરની પોલીસ દોડતી થઈ હતી. જોકે વસ્ત્રાલમાં બનેલા ગુનામાં આરોપી ઝડપાઈ ગયો છે. પરંતુ મણિનગરના ગુનાનો આરોપી હજી પોલીસ પકડથી દૂર છે.

અન્ય સમાચારો પણ છે...