આત્મહત્યાનો પ્રયાસ:વ્યાજખોરોના ત્રાસથી યુવકે ઉંદર મારવાની દવા પી લીધી, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં 7 સામે ગુનો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નિકાેલમાં રહેતા 23 વર્ષીય યુવકે 7 વ્યાજખાેરાેના ત્રાસથી ઉંદર મારવાની દવા પીને આત્મહત્યા કરવાનાે પ્રયાસ કર્યાે હતાે. કૃષ્ણનગર પાેલીસે 7 વ્યાજખાેરાે વિરુધ્ધ ગુનાે નાેંધી વધુ તપાસ હાથ ધરી છે.

નિકાેલની રુદ્ર રેસિડેન્સીમાં રહેતા હાર્દિક પંચાલ કૃષ્ણનગરમાં ગણેશ કાર એસેસરિઝની દુકાન ધરાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. હાર્દિકે ધંધા માટે 6 મહિના પહેલા મિત્ર હરસિધ્ધસિંહ રહેવર પાસેથી વ્યાજે રૂ.1 લાખ લીધા હતાં. તેમજ જય માતાજી ફાઇનાન્સ વાળા મયૂરસિંહ સિંધવ પાસેથી રૂ.50 હજાર લીધા હતાં. વસ્ત્રાલમાં રહેતા જીગર દરબાર પાસેથી રૂ.1 લાખ લીધા હતાં. પરેશ રબારી પાસે કાર ગિરવે મુકીને રૂ.2.50 લાખ વ્યાજે લીધા હતાં, તેમજ પ્રજ્ઞેશ રબારી પાસેથી વ્યાજે રૂ.50 હજાર લીધેલા. 20 દિવસ પહેલા આકાશ પટાેળીયા પાસેથી રૂ.1 લાખ અને દિપક વાધેર પાસેથી રૂ.3 લાખ વ્યાજે લીધા હતાં.

હાર્દિકને ધંધામાં મંદી આવતા ધંધાે બરાબર ચાલતાે નહાેતાે. આથી તે વ્યાજે લીધેલા રૂપિયા પરત કરી શકતા નહાેતો, છેલ્લા 15 દિવસથી હાર્દિકની દુકાને જઇને વ્યાજખાેરાે 20 ટકા અને 30 ટકા વ્યાજની માગણી કરતા હતાં. હાર્દિક અને તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા હતા. આથી વ્યાજખાેરાેના ત્રાસથી કંટાળીને હાર્દિકે 12 ઓક્ટોબરે ઉંદર મારવાની દવા પીધી હતી. હાર્દિકની તબિયત લથડતાં તેમનાે મિત્ર અક્ષર માેદી હાેસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયાે હતાે.

અન્ય સમાચારો પણ છે...