તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

AMCની ચૂંટણી:યુવકે બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહનો ઝભ્ભો ખેંચ્યો, શહેર કોંગી પ્રમુખ સામે ખોખરામાં કાળા વાવટા ફરકાવાયા

અમદાવાદ14 દિવસ પહેલા
 • કૉપી લિંક

મ્યુનિ.ની ચૂંટણી સમયે કોંગ્રેસમાં અપાયેલી ટિકિટનો કકળાટ હજું પણ શમ્યો નથી. બુધવારે રાત્રે બાપુનગર વિસ્તારમાં યોજાયેલી કોંગ્રેસની સભામાં જ એક યવુકે હિંમતસિંહ પટેલ સાથે બોલાચાલી કરી હતી. યુવકે એક તબક્કે હિંમતસિંહ પટેલનો ઝભ્ભો ખેંચી લઇ તેમને આ વિસ્તારમાં પ્રચાર કરવા નહીં આવવા માટે તાકીદ કરી દીધી હતી. તેને કારણે આ વિસ્તારનો માહોલ ગરમાયો હતો. સ્થાનિક કાર્યકરોએ આ બાબતે જણાવ્યું હતુંકે, ટિકિટ મેળવવા માટે થયેલી અરજીમાં ટિકિટ નહીં મળતાં નારાજ કાર્યકરો દ્વારા આ રીતે મુશ્કેલીઓ ઉભી કરવામાં આવી રહી છે.

બીજી તરફ ખોખરામાં શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ સામે કોંગ્રેસના કાર્યકરોએ કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. કાર્યકરોનું કહેવું હતું કે, કોંગ્રેસમાં વર્ષોથી કામ કરતાં અને કાર્યક્રમોમાં નિયમિત હાજરી આપતાં અને પાયાના ગણાતા ઉમેદવારને ટિકિટ આપવાને બદલે મનગમતાને ટિકિટ ફાળવી હતી જે ઉમેદવાર વર્ષોથી સંકળાયેલા નથી તેમને પણ ટિકિટ આપી દીધી છે. સંખ્યાબંધ વોર્ડમાં કોંગ્રેસમાં આંતરિક વિરોધ છે.

લાંભા વોર્ડના ભાજપના પૂર્વ કોર્પોરેટર કોંગ્રેસમાં
ભાજપના લાંભા વોર્ડના પૂર્વ કોર્પોરેટર અને અમદાવાદ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન, એપીએમસીના ડિરેક્ટર ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા. કોર્પોરેટર જશોદાબેન અને તેમના પતિ રાજુ ઠાકોરે ટેકેદારો સાથે લાંભા વોર્ડના જ ઉમેદવાર મેહુલ ભરવાડના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. જ્યારે જિલ્લા પંચાયતની સમિતિના પૂર્વ ચેરમેન જશુ સોલંકી તેમના ટેકેદારો કોંગ્રેસમાં જોડાયા હતા. ભાજપના ધોળકાના આગેવાન ભાઇલાલ કોળી પટેલ અને અન્ય ટેકેદારો મળીને 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. તેમણે પાણીની સમસ્યા દૂર થઇ નહીં, ખારીકટ કેનાલ મામલે કોઇ ઉકેલ ન આવતા કોંગ્રેસમાં જોડાયાનું કહ્યું હતું.

રેલી-સરઘસમાં વધુ વાહનને મંજૂરીની માગ
રાજકીય રેલી, સરઘસ અને જાહેર સભા માટે અત્યાર સુધીમાં 200થી વધુ અરજીઓ આવી છે. રેલી અને સરઘસમાં વધુ વાહનોની મંજૂરી માટે 10 જ વાહનોને માન્યતા છે. પરંતુ રાજકીય પાર્ટીઓને વધુ વાહનોની મંજૂરી માટે રજૂઆત કરી છે. જે હાલ માન્ય રખાતી નથી. કોર્પોરેશનની ચૂંટણીમાં ચૂંટણી પંચે કરેલા નિયમોનું કોઇ પાલન જ થતું નથી. લોક સંપર્ક કરવા જતા ઉમેદવારો 250થી 300 લોકોને લઇને રાઉન્ડમાં નીકળે છે. જેમાં કેટલાકના મોઢા પર તો માસ્ક પણ હોતું નથી. લોક સંપર્ક રાઉન્ડમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી. રેલીમાં 50થી 100 વાહનો જોવા મળે છે. લોકોમાં ચર્ચા છેકે, નિયમો માત્ર લોકો માટે જ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો