તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ જવાનની સમયસૂચકતા:સાબરમતી રિવરફ્રન્ટ પરથી યુવકે નદીમાં ઝંપલાવ્યું, સ્વિમિંગ ન જાણતા પોલીસકર્મીએ સૂઝબૂઝથી યુવકને મોતના મુખમાંથી બચાવી લીધો

અમદાવાદ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
ભાઈ સાથે યુવક અને મોતના મુખમાંથી બચાનાર પોલીસ કર્મી. - Divya Bhaskar
ભાઈ સાથે યુવક અને મોતના મુખમાંથી બચાનાર પોલીસ કર્મી.

સાબરમતી રિવરફ્રન્ટ પરથી નદીમાં ઝંપલાવી અને અનેક લોકો આપઘાત કરતા હોય છે. પોલીસ- ફાયરના પેટ્રોલિંગ અને લોકોની જાગૃતતાના કારણે કેટલાક લોકોને બચાવી પણ લેવાય છે ત્યારે સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર પાર્ક પાસે એક યુવકે સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું. દરમ્યાનમાં સાબરમતી વેસ્ટ પોલીસ સ્ટેશનના કર્મચારી યોગેશભાઈ ત્યાંથી પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તેઓને તરતા આવડતું ન હોવાથી મુંઝવણમાં મુકાયા હતા પરંતુ પોતાની સૂઝ બુઝથી યુવકને બચાવી લીધો હતો.

પોલીસ કર્મી નદી તરફ ઝૂક્યો તો યુવક પાણીમાં આગળ નીકળવા લાગ્યો
જોધપુર ગામમાં રહેતો એક 35 વર્ષીય યુવક રિવરફ્રન્ટ પર અચાનક જ નદીમાં કુદ્યો હતો. દરમ્યાનમાં હોક બાઈક પર પેટ્રોલિંગ કરતા સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના લોકરક્ષક યોગેશભાઈની નજર તેમના પર પડી હતી. તેઓ તાત્કાલિક રિવરફ્રન્ટ પરની બેઠક પાસે આ યુવકને બચાવવા પહોંચી ગયા હતા. યુવક નદીમાં પડી બચવા તરફડીયા મારતો હતો પણ યુવકને કેવી રીતે બચાવવો તે યોગેશકુમારને સુઝતું ન હતું કારણકે તેઓને તરતા આવડતું ન હતું.બાદમાં તેઓએ સૂઝબૂઝ વાપરી હિંમત કરી અને બેઠક પર લાગેલા કઠેડા પકડી થોડા નદી તરફ ઝૂક્યા હતા પણ યુવક પાણીમાં થોડો આગળ નીકળતો હતો.

એક મહિલાનો દુપટ્ટો માગી યુવકને બચાવ્યો
યુવક પાણીમાં આગળ નીકળી રહ્યો હોવાથી પોલીસકર્મી યોગેશકુમારે લોકોને બૂમો પાડી ભેગા કર્યા અને ત્યાં હાજર એક મહિલાનો દુપટ્ટો માંગ્યો હતો. દુપટ્ટાની મદદથી તેને છેડો આપી તેને ખેંચી લીધો અને બાદમાં લોકોની મદદથી તેને બહાર કાઢ્યો હતો. પોલીસે યુવકની પૂછપરછ કરતા પોતે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેની કંપનીમાં કામ કરતી એક યુવતીને કોઈ હેરાન કરતું હોવાથી તેને એવું લાગ્યું હતું કે તેની પર આરોપ મુકવામાં આવી રહ્યો છે. જેના કારણે સતત માનસિક તણાવમાં આવી ગયો હતો. આ અંગે પોલીસે તેના પરિવારજનોને જાણ કરતા તેનો ભાઈ આવી પહોંચ્યો હતો. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે યુવકને તેના ભાઈને સોંપી ફરી વાર આવી રીતે જિંદગીથી હારી ન જવા સલાહ આપી અને સામાજિક ફરજ નિભાવી હતી.

લોકો વોક વે પરથી વધુ પડે છે
સૌથી વધુ વાડજ રામ રહીમનો ટેકરો, કુલ બજાર, ગુજરી બજાર, સરદારબ્રિજ, વાસણા બેરેજ પાસેથી ઝંપલાવે છે. મોટાભાગની લાશો સરદારબ્રિજની આસપાસ મળે છે જ્યારે કેટલીક લાશો તરતી આવે છે. લોકો વોક વે પરથી પણ વધુ પડે છે માટે રેસ્કયુ ટીમ વોક વે પાસે સતત પેટ્રોલિંગ કરે છે. છેલ્લા એક વર્ષમાં મહિના અને 89 લોકોએ સાબરમતીમાં ઝંપલાવીને આપઘાત કર્યો છે. જ્યારે ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમે કુલ 20 લોકોને જીવતા બચાવ્યા છે. સૌથી વધુ પુરુષોએ નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી છે.

લોકડાઉનના 67 દિવસમાં 63 લોકોએ સાબરમતીમાં ઝંપલાવ્યું
સમગ્ર દેશમાં 25 માર્ચથી પ્રથમ લોકડાઉન શરૂ થયા બાદ 1 જૂન સુધીમાં કુલ 4 લોકડાઉન કરવામાં આવ્યા હતા. આ 67 દિવસ દરમિયાન દેશની 130 કરોડથી વધુ જનતા ઘરમાં બંધ હતી અને સતત માનસિક તાણ અનુભવી રહી હતી. જેને પગલે અનેક લોકોએ આત્મહત્યા કરી હતી. અમદાવાદમાં પણ લોકડાઉનના 67 દિવસ દરમિયાન 63 વ્યક્તિ સાબરમતી નદીમાં કુદી હતી. જેમાંથી 48ના મોત થયા હતા જ્યારે 5 મહિલા અને 10 પુરૂષ મળીને 15ના જીવ બચાવી લેવામાં આવ્યા હતા. જેમાં કોઈએ આર્થિક તંગી કે બીમારીથી કંટાળી તો કોઈએ પ્રેમી કે પ્રેમિકાના વિરહમાં આત્યંતિક પગલા ભર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો