તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા:યુવાઓના ગ્રુપે 800 વિધવા મહિલાઓને હોળી નિમિત્તે કરિયાણા, સાડી,ખજૂર ધાણી સહિતની કીટ આપી

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
અમદાવાદના યુવાનોનું ગ્રુપ માનવ સેવા ટ્રસ્ટ નામની સંસ્થા ચલાવે છે. - Divya Bhaskar
અમદાવાદના યુવાનોનું ગ્રુપ માનવ સેવા ટ્રસ્ટ નામની સંસ્થા ચલાવે છે.

અમદાવાદના યુવાઓના ગ્રુપ દ્વારા હોળીના તહેવાર નિમિતે વિધવા મહિલાઓને 800 કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કિટમાં મહિલાઓને જરૂરિયાતોની વસ્તુઓ અને સાડી સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી. યુવાઓ દ્વારા આ પ્રકારે તહેવાર નિમિતે અનેક જરૂરિયાતમંદોની સહાય કરવામાં આવી રહી છે.

અમદાવાદના યુવાનોનું ગ્રુપ માનવ સેવા ટ્રસ્ટ નામની સંસ્થા ચલાવે છે.આ ટ્રસ્ટમાં રહીને યુવાઓ સેવાનું કામ કરી રહ્યા છે ત્યારે હોળી તહેવાર નિમિતે જશોદાનગરમાં વિધવા મહિલાઓને કરિયાણાની કીટ, સાડી,ખજૂર, ધાણી સહિતની વસ્તુઓ પણ આપવામાં આવી હતી. ઉપરાંત બહારથી આવતી મહિલાઓને ભાડું પણ આપવામાં આવ્યું હતું.

હોળી તહેવાર નિમિતે વિધવા મહિલાઓને કરિયાણાની કીટ, સાડી,ખજૂર, ધાણી સહિતની વસ્તુઓ પણ આપવામાં આવી.
હોળી તહેવાર નિમિતે વિધવા મહિલાઓને કરિયાણાની કીટ, સાડી,ખજૂર, ધાણી સહિતની વસ્તુઓ પણ આપવામાં આવી.

આ અંગે ગ્રુપના સદસ્ય ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે વિધવા મહિલાઓ જે જરૂરિયાત વાડી છે તેવી 800 મહિલાઓને મદદ મળી રહે અને તે પણ અન્ય મહિલાઓની જેમ તહેવારની ઉજવણી કરી શકે તે માટે કીટ અને અન્ય વસ્તુઓ આપવામાં આવી છે.કીટ આપ્યા બાદ મહિલાઓના મોઢા પર સ્મિત પણ જોવા મળ્યું છે તે જોઈને અમને પણ આનંદ થાય છે.આ પ્રકારે અન્ય તહેવારમાં પણ કીટ અને જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો