તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Youth Grabs Rs 70 Lakh From Friend Under Pretext Of Investing Money In Business, Crime Against 3 Including Owner Of Sony Investment In Shahibaug

છેતરપિંડી:બિઝનેસમાં પૈસા રોકવાના બહાને યુવકે મિત્રના 70 લાખ પડાવ્યા, શાહીબાગમાં સોની ઇન્વેસ્ટમેન્ટના માલિક સહિત 3 સામે ગુનો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નફાની રકમ માગતા 41 લાખનો ચેક આપ્યો, જે બાઉન્સ થયો

શાહીબાગમાં ધંધામાં પૈસા રોકવાના બહાને મિત્ર સાથે રૂ.70 લાખનો ચુનો લગાવનાર સોની ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગના માલિક સહિત 3 વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે. ફરિયાદ મુજબ, નરોડાના ધરણીધર એવન્યુમાં રહેતો મનોજ પ્રજાપતિ ધોરણ 12માં શાહીબાગની એક સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યારે તેની સાથે અભ્યાસ કરતા આદિત્ય દિનેશ સોની સાથે ગાઢ મિત્રતા થઇ હતી. આદિત્ય અને તેના પિતા દિનેશ સોનીએ 2015માં શુકનમોલમાં દુકાન રાખી સોની ઇન્વેસ્ટમેન્ટ નામની ઓફિસ ખોલી હતી.

આદિત્ય મિત્ર મનોજને તેની ઓફિસે બોલાવતો અને સીએનસી મશીન વેચવાના ધંધા અંગે વાત કરતો હતો. આદિત્ય અને તેના પિતા દિનેશભાઈ, તેની ઓફિસમાં મેનેજર હર્ષ ત્રિવેદીએ મનોજને સીએનસી મશીનના ધંધામાં રૂપિયાનું રોકાણ કરીશ તો ટૂંકા ગાળામાં મોટો નફો થશે તેવી લાલચ આપી હતી. આદિત્યની વાતમાં આવીને મનોજે પરિવારના રૂપિયા તેમ જ મકાન પર બેંકમાંથી 23 લાખની લોન લઈ 70 લાખનું ધંધામાં રોકાણ કર્યું હતું.

થોડા મહિના બાદ મનોજે વારંવાર નફાની રકમ માગી તો આદિત્ય અને તેના પિતા દિનેશે 42 લાખનો ચેક આપ્યો હતો, જે ચેક બેંકમાં ભરતાં પરત ફર્યો હતો. મનોજ આદિત્યની ઓફિસે ગયો ત્યારે પિતા-પુત્ર ઓફિસને તાળું મારી ફરાર થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...