રસ્તાનું રાજકારણ:વેજલપુરમાં યુથ કોંગ્રેસ દ્વારા ખરાબ રોડ- રસ્તા સામે AMCના બેસણાંનું આયોજન, પોલીસે કાર્યક્રમ પહેલા જ કાર્યકરોની અટકાયત કરી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના વેજલપુર, જુહાપુરા, ફતેહવાડી, સરખેજ તેમજ કેનાલ પાછળના વિસ્તારના રોડ રસ્તા ખૂબ જ બિસ્માર

આજે વેજલપુર યુથ કોંગ્રેસ દ્વારા ખરાબ રસ્તા મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બેસણાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ મંજૂરી વગર કાર્યક્રમ કરતા વેજલપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી જઈ તમામ કાર્યકરોની અટકાયત કરી લીધી હતી.

વરસાદના કારણે ટીપી 85 રોડનું કામ બંધ
ઉલ્લેખનીય છે કે, શહેરમાં વરસાદને કારણે અનેક જગ્યાએ રોડ રસ્તા ધોવાઇ અને તૂટી ગયેલા છે. શહેરના સરખેજ વિસ્તારમાં ટીપી 85 રોડનું કામ પાછલા 3 વર્ષથી બંધ હાલતમાં છે. તેમજ જુહાપુરા, ફતેહવાડી, સરખેજ તેમજ કેનાલ પાછળના વિસ્તારના રોડ રસ્તાની ખૂબ જ ખરાબ હાલતને કારણે જનતાને તકલીફ પડી રહી છે. જેને લઈ અધિકારી સુધી રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવ્યું નથી.

સરખેજ વેજલપુર કેનાલ પાછળના રસ્તાઓ બિસ્માર
જુહાપુરા, વેજલપુર, સરખેજ અને કેનાલ પાછળના રસ્તાઓ ખૂબ જ બિસ્માર હાલતમાં છે, જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતાં. ઝોનના અધિકારીઓને અનેક રજૂઆત કરવા છતાં તેઓ સાંભળવા તૈયાર નથી. જેને લઈને આજે સવારે વેજલપુર વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બેસણાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પહેલા જ બધા કાર્યકરોની વેજલપુર પોલીસે અટકાયત કરી લીધી હતી.

કોંગ્રેસ મોડેમોડે વિરોધ પ્રદર્શન કરવા જાગી
કોંગ્રેસ પક્ષ દ્વારા રહી રહીને આવા ખાડાને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જ્યારે ખૂબ જ વરસાદ હતો ત્યારે પ્રજા ખાડાના કારણે ખૂબ જ હેરાન થઈ હતી અને શા માટે મોડેમોડે જ વિપક્ષ જાગે છે? જ્યારે રસ્તાઓમાં ભ્રષ્ટાચાર થાય છે ત્યારે કેમ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક પગલાં ભરવા માટે માગ કરતી નથી.

અન્ય સમાચારો પણ છે...