મે આઈ હેલ્પ યુ?:ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયા માટે યુથ કોંગ્રેસે શરૂ કર્યું હેલ્પ ડેસ્ક, રોજના 500થી વધુ વિદ્યાર્થીઓ મદદ મેળવે છે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
યુથ કોંગ્રેસના હેલ્પ ડેસ્કની તસવીર - Divya Bhaskar
યુથ કોંગ્રેસના હેલ્પ ડેસ્કની તસવીર
  • ગુજરાત યુનિ.ના ઇન્ફોર્મેશન સેન્ટર બહાર વધુ ભીડ હોવાથી યુથ કોંગ્રેસ ડેસ્ક પરથી મદદ મેળવે છે વિદ્યાર્થીઓ

ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન પ્રકિયા શરૂ થઈ છે. એડમિશન પ્રક્રિયા ઓનલાઇન હોવાથી કેટલાક વિદ્યાર્થીઓને મુશ્કેલી થાય છે. જેથી વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નોને લઈને યુનિવર્સિટી પાસે જાય છે. પરંતુ યુનિવર્સિટી પાસે મોટી સંખ્યામાં ભીડ હોવાથી વિદ્યાર્થીઓએ રાહ જોવી પડે છે, જેથી વિદ્યાર્થીઓ માટે યુથ કોંગ્રેસ દ્વારા હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે.

છેલ્લા 10 વર્ષથી હેલ્પ ડેસ્કથી વિદ્યાર્થીઓને મદદ કરાય છે
યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા 10 વર્ષથી હેલ્પ ડેસ્ક રાખવામાં આવે છે. હેલ્પ ડેસ્ક એ ઇન્ફોર્મેશન સેન્ટરની બહાર રાખવામાં આવે છે, જેથી ઇન્ફોર્મેશન સેન્ટરમાં મદદ મેળવવા આવતા વિદ્યાર્થીઓ વધુ ભીડ હોવાને કારણે યુથ કોંગ્રેસના ડેસ્ક પરથી મદદ મેળવે છે. ડેસ્ક પરથી રોજ 500થી વધુ વિદ્યાર્થીઓ પૂછપરછ કરીને મદદ મેળવે છે.

રોજના 500થી વધુ વિદ્યાર્થીઓ મદદ મેળવે છે
રોજના 500થી વધુ વિદ્યાર્થીઓ મદદ મેળવે છે

પ્રોફેસર કક્ષાના વ્યક્તિ દ્વારા વિદ્યાર્થીઓને મદદ
યુથ કોંગ્રેસના પ્રદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, ડેસ્ક પર પ્રોફેસર કક્ષાના વ્યક્તિને રાખવામાં આવ્યા છે, જે યુનિવર્સિટીથી સંપૂર્ણપણે માહિતીગાર છે જેથી વિદ્યાર્થીઓ કોઈ પ્રશ્ન લઈને આવે તો તેનો જવાબ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓના એડમિશન શરૂ થાય ત્યારથી લઈને એડમિશન પ્રકિયા પૂર્ણ થાય ત્યાં સુધી હેલ્પ ડેસ્ક ચાલુ રાખવામાં આવે છે. સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી હેલ્પ ડેસ્ક કાર્યરત રહે છે.

પ્રોફેસર કક્ષાના વ્યક્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને મદદ કરાય છે
પ્રોફેસર કક્ષાના વ્યક્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને મદદ કરાય છે