ગુજરાતમાં બેરોજગાર યુવાનોના આક્રોશને વાચા આપવા માટે યુવા કોંગ્રેસ અભિયાન શરૂ કરશે. "ગુજરાત માંગે રોજગાર" અભિયાન અંતર્ગત ચાર ચરણમાં કાર્યક્રમો આયોજીત કરવામા આવશે. ગુજરાત યુવક કોંગ્રેસનાં પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા એ જણાવ્યું હતું કે, યુવા કોંગ્રેસ દ્વારા "રોજગાર ક્યાં છે?" અંતર્ગત ગુજરાતના તમામ જીલ્લાની શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે.
તમામ વિધાનસભામાં બેરોજગાર સભાનું આયોજન
જેની શરૂઆત 17 મી મે ના રોજ પાટનગર ગાંધીનગરથી થશે અને ગુજરાતના તમામ જીલ્લાઓમાં યુવક કોંગ્રેસ દ્વારા શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે. યુવા કોંગ્રેસ દ્વારા તારીખ 10મી જુલાઈ થી ગુજરાતની તમામ વિધાનસભામાં બેરોજગાર સભાનું આયોજન કરવામાં આવશે અને 'રોજગાર માંગ પત્ર' ફોર્મ ભરાવવામા આવશે. 15 ઓગસ્ટ થી ગુજરાતની તમામ વિધાનસભા અને ઝોનવાઈઝ યુવાનોને રોજગાર આપવા માટે બાઈક રેલી યોજીને કલેકટરને આવેદન આપશે તથા યુવાનોને રોજગાર આપવા માટે અવાજ બુલંદ કરશે.
કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય બેરોજગારી રજીસ્ટ્રર બહાર પડાશે
વડાપ્રધાન મોદીના જન્મદિન 17 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં રાષ્ટ્રીય બેરોજગાર દિવસ તરીકે ઉજવવામા આવશે. ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય બેરોજગારી રજીસ્ટ્રર બહાર પાડીને વડાપ્રધાનને 1 લાખ 'ગેટ વેલ સુન' કાર્ડ મોકલીને રાજ્યભરમાં ચાલી રહેલી અન્ય ગતિવિધિઓથી અવગત કરાશે. ગુજરાત યુવક કોંગ્રેસ ગુજરાતના યુવાનો માટે સમૃધ્ધિ કાર્ડ લોન્ચ કરશે. જે સરકાર બનવા પર 3 લાભ પ્રદાન કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.