કોરોનાને કારણે 2 વર્ષ જેટલું શિક્ષણ કાર્ય ઓનલાઇન મોડમાં ચાલ્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓ અન્ય પ્રવૃત્તિમાં પણ ભાગ લઈ શક્યા નથી. જેથી BEના વિદ્યાર્થીઓને સહભ્યાસના 100 પોઇન્ટ ફરજિયાત મેળવવાના રાખવામાં આવ્યાં છે તે ઘટાડવા યુથ કોંગ્રેસે માંગણી કરી છે.
યુથ કોંગ્રેસના મહામંત્રી ગૌરાંગ મકવાણાએ GTUના કુલપતિને રજુઆત કરી છે કે, 2 વર્ષ સુધી અભ્યાસમાં જ વિદ્યાર્થીઓને તકલીફ પડી છે તો GTUમાં BEના વિદ્યાર્થીઓને સહભ્યાસ પ્રવૃત્તિના 100 પોઇન્ટ એટલે D2D માટે 75 ફરજિયાત મેળવવાના હોય છે, ત્યારે 2 વર્ષ દરમિયાન કોરોનાના સંક્રમણ કારણે ટેક ફેસર વગેરે આયોજન સદંતર બંધ છે. જેના કારણે વિદ્યાર્થીઓનો સહઅભ્યાસક્રમ પ્રવૃતિઓના પોઇન્ટ મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે. ત્યારે વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખીને 100 પોઇન્ટ એક્ટિવિટીના નિયમોમાં ફેરફાર કરી પોઇન્ટમાં ઘટાડો કરવા જણાવવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.