રજૂઆત:RTEમાં ખોટા પ્રવેશ અટકાવવા અને વાલી સામે કાર્યવાહી કરવા યુથ કોંગ્રેસની માંગણી

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

RTE હેઠળ એડમિશન પ્રક્રિયા શરૂ થઈ હતી, જેમાં અનેક વાલી ખોટા દસ્તાવેજના આધારે એડમિશન મેળવે છે ત્યારે યુથ કોંગ્રેસ દ્વારા આ મામલે ખોટા પ્રવેશ કોઈ વાલી ના મેળવે તે માટે શિક્ષણ સચિવને રજુઆત કરવામાં આવી છે. ખોટા પ્રવેશ મેળવતા વાલી સામે કાર્યવાહી પણ કરવામાં આવે તેવી યુથ કોંગ્રેસએ માંગણી કરી છે.

યુથ કોંગ્રેસના મહામંત્રી ગૌરાંગ મકવાણાએ શિક્ષણ સચિવને રજુઆત કરી છે કે, દર RTE હેઠળ નિસહાય તથા મધ્યમ વર્ગના પરિવારના બાળકોને ભણાવવામાં આવે છે ત્યારે આ પ્રક્રિયા માટે કેટલાક દસ્તાવેજ જરૂરી છે. કેટલાક સુખી સંપન્ન પરિવારના લોકો RTE માટે જરૂરી દસ્તાવેજ ખોટા ઉભા કરે છે અને RTE હેઠળ એડમિશન મેળવે છે.ખોટા દસ્તાવેજ ઉભા કરનાર વાલી સામે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. શિક્ષણ વિભાગ દ્વારા RTE માં પ્રવેશ મેળવેલ વાલીના ઘરર જઈને સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવે તો હકીકત સામે આવી શકે છે.જે વાલીને લાભ મળવો જોઈએ તેને ખરેખરમાં લાભ પણ મળશે. ખોટા દસ્તાવેજ ઉભા કરવામાં મદદ કરનાર અધિકારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે અને પારદર્શકતાથી પ્રક્રિયા કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...