તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓફલાઈન પરીક્ષાનો વિરોધ:કોલેજના વિદ્યાર્થીઓનું સંપૂર્ણ વેક્સિનેશન થાય પછી જ ઓફલાઈન પરીક્ષા યોજવા યુથ કોંગેસની માંગ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓની પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
વિદ્યાર્થીઓની પ્રતિકાત્મક તસવીર
  • યુથ કોંગ્રેસે શિક્ષણ મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી

રાજ્યમાં કોરોનાના કેસ ઓછા થઈ ગયા છે. સરકારે પણ તમામ પ્રતિબંધ હટાવીને અનેક છૂટછાટની જાહેરાત કરી રહી છે. પહેલા જેવી સામાન્ય પરિસ્થિતિ થાય તે માટે હવે તમામ ધંધા રોજગારને પણ છૂટ અપાઈ છે ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોલેજના UG અને PG ના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા યોજવા માટે આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે આ બાબતે યુથ કોંગ્રેસે આ નિર્ણયનો વિરોધ કર્યો છે અને શિક્ષણ મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે.

વેક્સિન બાદ ઓફલાઈન પરીક્ષા લેવા રજૂઆત
યુથ કોંગ્રેસે લખેલા પત્રમાં તેમણે આ પરીક્ષા હમણાં ન યોજવા માટે માંગ કરી છે. તેઓની રજૂઆત છે કે કોરોનાના કેસ હમણાં ઘટ્યા છે. હવે ત્રીજી લહેર આવે તો તેની સામે રક્ષણ મેળવવા માટે વેક્સીનેશન આવશ્યક છે જ્યાં સુધી તમામ વિદ્યાર્થીઓનું વેકસીનેશન ન થાય ત્યાં સુધી આ પરીક્ષા ન લેવાવી જોઈએ. તેઓ ને સૌપ્રથમ વેકસીન ઉપલબ્ધ કરાવી ને વેકસીનેટ કરવા જોઈએ ત્યારબાદ બાદ આ વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા લેવી જોઈએ.

યુથ કોંગ્રેસની રજૂઆત સાથેનો પત્ર
યુથ કોંગ્રેસની રજૂઆત સાથેનો પત્ર

વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈ યુથ કોંગ્રેસનો વિરોધ
પત્રમાં આગળ લખ્યું છે કે, વિદ્યાર્થીઓના સ્વાસ્થને ધ્યાનમાં લઈને યુથ કોંગ્રેસ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યું છે. વધુમાં તેઓએ ઉલ્લેખ કર્યો છે કે, આ સંજોગોમાં ઓફલાઈન પરીક્ષા લેવી યોગ્ય નથી. અગાઉ બીજી લહેર દરમિયાન આવો નિર્ણય લેવાયો હતો. જેનું પરિણામ તમામ લોકો જાણે છે. એટલે તમામ વિદ્યાર્થીઓને વેકસીન મળે અને પછીજ ઓફલાઈન પરીક્ષા યોજાય એવી અમારી માંગ છે.