તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માંગણી સાથે યુથ કોંગ્રેસનો શિક્ષણમંત્રી અને કલેકટરને પત્ર

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધો.10 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા યુથ કોંગ્રેસે કલેક્ટરને આવેદન આપ્યું - Divya Bhaskar
ધો.10 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા યુથ કોંગ્રેસે કલેક્ટરને આવેદન આપ્યું
  • યુથ કોંગ્રેસનો શિક્ષણમંત્રીને પશ્ન, શું રીપીટર વિદ્યાર્થીઓ પાસે કોરોના કવચ છે?
  • રીપીટર વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ચિંતા કરી માસ પ્રમોશન આપવા સરકાર સમક્ષ માંગણી.

ધોરણ 10 અને 12માં રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે તારીખ અને કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. ત્યારે ધોરણ 10ના વિદ્યાર્થીઓની પરીક્ષા ના યોજવા માટે વિરોધ થઈ રહ્યો છે. યુથ કોંગ્રેસ દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓની પરીક્ષા મામલે શિક્ષણમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે જ્યારે જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.

શું રીપીટર વિદ્યાર્થીઓ પાસે કોરોના કવચ છે?
યુથ કોંગ્રેસ દ્વારા શિક્ષણમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે, તેમાં જણાવવામાં આવ્યું છે કે, માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓને જ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે અને રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું નથી. શું રીપીટર વિદ્યાર્થીઓ પાસે કોરોના કવચ છે? ભવિષ્યમાં નવી શિક્ષણ નીતિ લાગુ પડતાં ધોરણ 10 માંથી બોર્ડ નીકળી જાય છે તો અત્યારે ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું જોઈએ. રીપીટર વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અંગે સરકારે ચિંતા કરવી જોઈએ જ્યાં સુધી કોરોનાની સ્થિતિ સામાન્ય ના થાય ત્યાં સુધી ઓફલાઈન પરીક્ષા યોજવામાં ના આવે.

શિક્ષણ મંત્રીને યુથ કોંગ્રેસે પત્ર લખ્યો
શિક્ષણ મંત્રીને યુથ કોંગ્રેસે પત્ર લખ્યો

રાજ્યમાં 4.91 લાખ રીપીટર્સ વિદ્યાર્થીઓ
રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થતાં ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. પરંતુ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સરકારે નિર્ણય નહીં લેતા વિરોધના સુર વહેતા થયાં છે. રાજ્યનાં 4.91 લાખ રીપીટર્સ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માંગ પણ કરવામાં આવી છે. બે દિવસ પહેલાં જ અમદાવાદમાં કલેક્ટર કચેરી ખાતે ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓએ હાથમાં બેનર અને સ્લોગનો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાની માંગણીઓ વિશે કહ્યું હતું કે, અમને પણ માસ પ્રમોશન આપો અથવા તો ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરો.

25 જેટલા વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરી પહોંચ્યા હતાં
આજે 25થી વધુ વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતાં અને બેનરો તથા સ્લોગનો સાથે ઓફલાઈન પરીક્ષાનો વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે લાખો રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. તો અમને પણ આપો. જો રેગ્યુલર વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાઈ શકે તો અમારા હિતમાં કેમ નહીં. શું અમને કોરોના નહીં થાય? અમને માસ પ્રમોશન આપો અથવા તો ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરો.અમે પણ વિદ્યાર્થી જ છે.હાલની પરિસ્થિતિમાં ઑફલાઈન પરીક્ષા ના યોજવી જોઈએ. અમે પરીક્ષાનો વિરોધ નથી કરી રહ્યાં.આમરી ઓનલાઇન પરીક્ષા યોજાય તો અમે આપવા તૈયાર છીએ. સરકાર રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે નિર્ણય કરે છે તો રિપીટર્સ માટે પણ નિર્ણય લેવો જોઈએ.

માસ પ્રમોશન ન આપતો અન્ય વિકલ્પ આપવા માંગ
રિપીટર્સને માસ પ્રમોશન ન આપવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ચિંતામાં મુકાયા છે. આ સ્થિતિમાં રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવતું હોય તો રિપીટર વિદ્યાર્થીઓ માટે પણ સરકારે વિચારણા કરવી જોઈએ. રેગ્યુલર વિદ્યાર્થીઓની જેમ રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવે તેવી માંગ વિદ્યાર્થીઓ, ખાનગી શિક્ષકો અને વાલીઓ દ્વારા કરવામાં આવી છે.વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં ન આપવામાં આવે અન્ય વિકલ્પ આપવો જોઈએ.

બધી જગ્યાઓ ભરાઈ જશે, બીજું વર્ષ બગડશેઃ વાલી
સુનિતા સિસોદીયા નામના વાલીએ જણાવ્યું હતું કે મારી દીકરી ધોરણ 10ની રીપીટર વિદ્યાર્થિની છે. આ વર્ષે કોરોનાને કારણે સારી રીતે તૈયારી ના કરી શકી પરંતુ પરીક્ષા આપવા તૈયાર થઇ હતી. સરકાર દ્વારા જ્યારે રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું તો રિપીટરને પણ આપવું જોઈએ જેથી એડમિશન પ્રક્રિયા શરુ થતા અમારા બાળકનું પણ એડમિશન થઇ શકે નહિં, તો બધી જગ્યાઓ ભરાઈ જશે અને રિપીટરનું પરિણામ પણ મોડું આવશે તેથી બીજું વર્ષ પણ બગડશે.