ગુજરાત યુનિવર્સિટીમાં PG માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં M. COM અને LLMમાં રજિસ્ટ્રેશન પૂર્ણ થયું છે. પરંતુ ફોર્મ ભરવાના અંતિમ દિવસે પણ સાઈટ બંધ હોવાનો અને PGની જગ્યાએ UGમાં ફોર્મ ભરાતું હોવાનો NSUIએ આક્ષેપ કર્યો હતો. જેથી રજિસ્ટ્રેશન અને ફોર્મ ભરવા માટે મુદત વધારવા યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા માંગણી કરવામાં આવી છે.
અનેક વિદ્યાર્થીઓ ફોર્મ તથા ફી ભરી શક્યા નથી
M. COM અને LLMમાં રજિસ્ટ્રેશનની મુદત પૂર્ણ થઈ છે, પરંતુ રજિસ્ટ્રેશનના સમયમાં ઓનલાઇન ફી નહોતી ભરી શકાતી તથા વેબસાઇટ પણ બંધ હતી, જેથી અનેક વિદ્યાર્થીઓ ફોર્મ તથા ફી ભરી શક્યા નથી. હાલ મુદત પણ પૂર્ણ થઈ છે, જેથી યુથ કોંગ્રેસે પ્રવેશ સમિતિને રજૂઆત કરીને મુદત વધારવા માંગણી કરી છે.
વિદ્યાર્થીઓ સિસ્ટમના કારણે અન્યાયનો ભોગ બનશે
આ અંગે યુથ કોંગ્રેસના પ્રદેશ મંત્રી સુબ્હાન સૈયદે જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટીમાં M.COM અને LLM માટે બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે એક દિવસ નવા ફોર્મ ભરવાનું ચાલુ કરવામાં આવ્યું હતું. ઘણા વિદ્યાર્થીઓ ઓનલાઈન વેબસાઈટ ડાઉન હોવાના કારણે કોઈ ફોર્મ ભરવાથી વંચિત છે તો કોઈ અરજી ફી ભરવાથી બાકી રહી ગયા છે. યુનિવર્સિટીની લેંધી પ્રક્રિયા સામે ઓફલાઇનમાં વધારે ટકા ધરાવતા વિદ્યાર્થીઓ સિસ્ટમના કારણે અન્યાયનો ભોગ બનશે. યુવા કોંગ્રેસની પ્રવેશ સમિતિના અધ્યક્ષ જસવંત ઠક્કરને રજુઆત કરી ફોર્મ ભરવાની તારીખ વધારવા માંગણી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.