તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ:રમજાનમાં સવારે 1500 જેટલા પરપ્રાંતિય માટે શહેરીની વ્યવસ્થા, યુવાઓ પોતાની અંગત બચતમાંથી જમાડે છે

અમદાવાદ10 મહિનો પહેલા

હાલ વિશ્વ આખું આજે મહામારી કોરોનાનો સામનો કરી રહ્યું છે, ત્યારે દેશ પણ હાલ કોરોનાને હરાવવા માટે જંગ લડી રહ્યો છે. હાલ લોકડાઉનના સમયમાં ખાસ કરીને પરપ્રાંતિયો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. તેમાં પણ ગુજરાતમાં આવેલા લાખો પરપ્રાંતીય મજૂરો વતન જવા માટે પ્રયાસ કરી રહ્યા છે ત્યારે હજી પણ કેટલાક લોકો ઘરબાર વગર જેમતેમ કરીને પેટભરી રહ્યાં છે. આ સમયે મુસ્લિમોના પવિત્ર રમજાન માસમાં 1500 જેટલા મુસ્લિમો પોતાના વતન જવાની રાહ જોઈ રહ્યા છે. જેને કારણે કેટલાક યુવાઓ પોતાની બચતમાંથી દરરોજ આ પરપ્રાંતિય મુસ્લિમો માટે સવારે શહેરી(જમવાની)ની વ્યવસ્થા કરી રહ્યા છે. 

આ અંગે શહેરના રખિયાલ વિસ્તારમાં રહેતા અલ્તાફ ખાને જણાવ્યું હતું કે, અમારા વિસ્તરમાં રહેતા પરપ્રાંતિયો વતનમાં જવાની રાહ જોઈ રહ્યા છે.હાલ આ વિસ્તારમાં 1500 જેટલા પરપ્રાંતિયો છે, જેમના રોજા હોય છે જે માટે અમારા મિત્રો અને કેટલાક લોકો ભેગા થઈને તેમને રોજ સવારે શહેરીના સમયે જમવાની વ્યવસ્થા કરીએ છીએ. આ લોકો ખૂબ તકલીફમાં છે અને પોતાના વતન જવાની માંગ કરી રહ્યા છે. અમે આ લોકોને સવારે જમવાની વ્યવસ્થા કરીએ છીએ અને તેમની તકલીફ જલ્દીમાં જલ્દી દૂર થાય તે માટે પ્રાર્થના કરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો