વર્લ્ડ સ્પાઇન ડે:બેઠાળું જીવન કમરના દુઃખાવાને આમંત્રણ નોતરી શકે, નિયમિત કસરત અને બેસવાની પોઝિશન બદલતા રહેશો તો ફાયદામાં રહેશો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આંતરરાષ્ટ્રીય સ્તરે “બેક ટુ બેક” થીમ આધારિત વર્લ્ડ સ્પાઇન ડેની ઉજવણી
  • રાજ્યના ખ્યાતનામ સ્પાઇન સર્જન અને ભૂતપૂર્વ સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ. જે.વી મોદીએ કમરના દુ:ખાવાથી બચવાની સલાહ આપી

સમગ્ર વિશ્વમાં 16મી ઓક્ટોમ્બર વર્લ્ડ સ્પાઇન-ડે તરીકે ઉજવાય છે. આ વર્ષે બેક ટુ બે થીમ આધારિત આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આપણી કમરને મજબૂત રાખીને કાર્યક્ષમતા વધારીએ તે આ થીમનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. રાજ્યના ખ્યાતનામ સ્પાઇન સર્જન અને ભૂતપૂર્વ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી સ્પાઇન-ડે ના દિવસે નાગરિકો આરોગ્યપ્રદ જીવન જીવે તેની શુભેચ્છા પાઠવીને સ્પાઇન-કરોડરજ્જુને અસરકારક રાખવાની કેટલીક સલાહ આપે છે.

કમરના મણકાને મજબૂત રાખવા લાંબો સમય ગેજેટ્સનો ઉપયોગ ટાળવો
ખાસ કરીને યુવાનો અને નોકરીયાત વર્ગ કે જેઓ લાંબુ બેઠાળું જીવન જીવતા હોય, કાર્યશૈલીમાં બેઠાળું જીવન પસાર કરતા હોય, ઇલેક્ટ્રોનિક ગેજેટનો વધુ ઉપયોગ કરતા હોય તેમને લાંબા ગાળે સ્પાઇન અને કમરના દુખાવાની સંભાવનાઓ પ્રબળ રહેલી હોય છે. આ દુ:ખાવાથી બચવા અને કમરના મણકાને મજબૂત રાખવા માટે લાંબા સમય સુધી ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ ટાળવો જોઇએ. કોમ્યુટર સામે બેસીને લાંબા સમય કામગીરી કરતા નોકરીયાત વર્ગ માટે પણ સમયતાંરે બ્રેક લઇને કામ કરવાની સલાહ ડૉ. જે.વી. મોદી આપે છે.

ભૂતપૂર્વ સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ. જે.વી મોદીની ફાઈલ તસવીર
ભૂતપૂર્વ સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ. જે.વી મોદીની ફાઈલ તસવીર

નાની ઉંમરમાં યુવાઓમાં વધી કમરની સમસ્યા
તેઓ જણાવે છે કે, મનુષ્ય બાય પેડલર એટલે કે બે પગ પર ચાલનારું વર્ગ છે. જે કારણોસર સમયસર કમરની સારસંભાળ રાખવામાં ન આવે તો કમરનો દુ:ખાવો લાંબા ગાળે મોટી હાનિ સર્જી શકતો હોય છે. આજકાલ ખૂબ જ નાની વયે કમરના દુ:ખાવાની તકલીફ ધરાવતા યુવાનોની સંખ્યામાં પણ વધારો થતો જોવા મળે છે.

નિયમિત કસરત-બેસવાની પોઝિશન બદલતા રહેવું
દર 10 વ્યક્તિએ 8 વ્યક્તિમાં આ તકલીફ જોવા મળી રહી છે. જે કામ સંલગ્ન ડિસેબિલિટી માટેનું કારણ સાબિત થઈ રહ્યું છે. જેનાથી બચવા એકમાત્ર ઉપાય છે, નિયમિત કસરત અને લાંબા સમય સુધી કોઇ પણ એક પોઝિશનમાં બેસવાનું ટાળવું. સ્થિતિ બદલીને કાર્ય કરવામાં આવે તો આ તકલીફમાંથી બચી શકાય છે. ખુરશીમાં બેસીને કામ કરતી વખતે પણ સમયાંતરે પોઝિશન બદલતા રહેવાની સલાહ તબીબ ડૉ. મોદી આપે છે.

અન્ય સમાચારો પણ છે...