તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યમાં કોરોનાની સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો ખૂબજ વધ્યાં છે. સંક્રમણની બીજી લહેરમાં હવે બાળકો પણ સંક્રમિત થઈ રહ્યાં છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 15 જેટલા બાળકો દાખલ અને ત્રણ બાળકોના મોત થઈ ચૂક્યા છે. બાળ રોગ નિષ્ણાંત ડૉ. મોનાબેન દેસાઈએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં બાળકોમાં કોરોનાના કેસો ખૂબ જ વધ્યાં છે. તેમણે એવું કહ્યું હતું કે ઘરના જ સભ્યોની બેદરકારી બાળકોને ભારે પડી શકે છે. જેથી બાળકોની સાચવણી ખૂબજ જરૂરી છે.
શું છે બાળકોમાં કોરોનાવાયરસનાં લક્ષણો
બાળકોમાં કોરોનાવાયરસનાં લક્ષણોની વાત કરીએ તો ખૂબ તાવ આવવો, વોમિટ, ઝાડા થવા, બાળક રડવા લાગે તેમજ નબળાઈ થવી, ઘર પરિવારના સભ્યોમાંથી જ બાળકોમાં કોરોના ફેલાય છે. લોકો બહારથી ઘરમાં આવે ત્યારે બાળકોને ટચ કરે અને તેમની સાથે રહે છે જેથી બાળકો પણ સંક્રમિત થઈ શકે છે. મોટા લોકોમાં રોગપ્રતિકારક શક્તિ સારી હોવાથી તેઓ ઝડપથી સાજા પણ થઇ જાય છે. બાળકોમાં કોરોનાનું પ્રમાણ વધવાનું કારણ પરિવારના લોકો પણ ટેસ્ટ કરાવે છે જેથી તેઓ પણ કોરોનાગ્રસ્ત થાય જ છે.
પહેલાં બાળકોમાં કોરોના A સિમ્પટોમેટિક લક્ષણો હતાં
બાળ રોગ નિષ્ણાંત ડો. સોનિતા ત્રિવેદી દલાલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પહેલા બાળકોમાં કોરોના A સિમ્પટોમેટિક લક્ષણો હતા જેથી કોરોના આવીને જતો રહે તો ખ્યાલ નહતો આવતો. પરંતુ હવે લક્ષણો સાથે કોરોનાના કેસો આવી રહ્યા છે. ખાસ કરીને બાળકોને અનએક્સપેલન તાવ આવે છે અને બાદમાં તેનો ટેસ્ટ કરવટ કોરોના પોઝિટિવ આવે છે. બાળકોમાં હવે કોરોના લક્ષણો સાથે કેસો આવી રહ્યાં છે. બાળકોને કોરોના આવે તો હોમ આઇસોલેટ કરવામાં આવે છે. ઘરમાં તમામ સભ્યો પણ સંક્રમિત થઈ રહ્યાં છે.
બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે નાના બાળકોને સમયાંતરે રસી આપવામાં આવે છે. અલગ અલગ રસીઓ આપવામાં આવી હોવાના કારણે તેઓની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય છે. જો કે હવે કોરોનાની બીજી લહેરમાં બાળકોમાં કોરોનાના લક્ષણો જણાય છે અને તેઓ સંક્રમિત થાય છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેઓને હોમ આઇસોલેટ કરવામાં આવે છે અને સારવાર કરતા તેઓ ઝડપથી રિકવર પણ થઈ જાય છે
સિવિલમાં 3 બાળકોનાં કોરોનાથી મોત
સિવિલ હોસ્પિટલમાં આસીસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ચારુલ મહેતા દિવ્યભાસ્કર સાથેની વાતમાં જણાવ્યુ કે, ચાંદલોડિયા વિસ્તારના 8 વર્ષીય બાળકનું મોત 5 એપ્રિલના રોજ થયું હતું. મેમનગર સ્થિત જનકપુરી વિસ્તારમાં રહેતી 7 વર્ષીય બાળકીનું મોત 3 એપ્રિલના રોજ થયું. અમરાઈવાડી વિસ્તારની બે વર્ષની બાળકીનું 23 માર્ચના રોજ થયું હતું મોત થયું હતું.
બાળકોમાં લક્ષણો ન દેખાયાં; સુપરસ્પ્રેડર બની શકે
બીજી તરફ, ચારુલ મેહતાએ જણાવ્યું હતું કે બાળકોમાં ભૂખ ઓછી થઈ જવી, ચીડિયાપણું, ઝાડા-ઊલટી પણ કોરોનાનાં લક્ષણો છે, જેમાં ઘણી વખત બાળકોમાં લક્ષણો ન હોય અને અન્યના સપર્કમાં આવે તો તે સુપર સ્પ્રેડર બની શકે છે. તેની સાથે બાળકો માતા-પિતાને ફોલો કરતા હોય છે. જેથી પેરેન્ટ્સ જ બાળકોમાં કોરોના પ્રોટોકોલ સમજાવે અને તે પ્રમાણે ઘરમાં અનુસરે તો બાળકોમાં સમસ્યા અંકુશમાં રાખી શકાય છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.