અમદાવાદમાં સોમવારે જુદી જુદી બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અપક્ષ મળી કુલ 16 ઉમેદવારોના ફોર્મ ભરાયા હતા. જેમાં ભાજપના દાણીલીમડા બેઠક પરના નરેશ વ્યાસ, ઠક્કરબાપાનગરના કંચન રાદડિયાએ ફોર્મ ભર્યું હતું. નરેશ વ્યાસ સામે ચેક રિટર્નની ફરિયાદ થઈ હતી. તેમની પાસે 10 લાખની સ્થાવર મિલકત છે. જ્યારે રૂ. 2 હજાર રોકડા છે. ગત મહિને જ તેમની સામે ચેક રિટર્નની ફરિયાદ દાખલ થઈ છે.
ઠક્કરબાપાનગરના ભાજપના ઉમેદવાર કંચન રાદડિયાએ એફિડેવિટમાં 3 લાખ રોકડ, 4 લાખની કાર, 10 તોલા સોનું મળી 39 લાખની મિલકત દર્શાવી છે. જો કે, તેમના પતિ પાસે 4 લાખ રોકડા, 20 તોલા સોનું અને વાહન મળી 13.34 લાખની મિલકત દર્શાવાઈ છે. પતિ-પત્ની બંનેના નામે અમરેલીમાં જુદા જુદા સરવે નંબરની 73932 ચોરસ મીટર જ્યારે તેમના પતિ પાસે 106382 ચોરસ મીટર ખેતીની જમીન છે. બંને પાસે રહેલી જમીનની કુલ કિંમત 2.20 કરોડ દર્શાવવામાં આવી છે.
આ ઉપરાંત સૈજપુર અને નરોડા પાટિયા ખાતે 1 કરોડનું મકાન છે.આમ આદમી પાર્ટીના અસારવાના ઉમેદવાર જ્યંતી મેવાડા પાસે હાથ પર 4.60 લાખ જ્યારે તેમના પત્ની પાસે 4.32 લાખ રોકડ છે. આ ઉપરાંત 10 તોલા સોનું, 32 લાખની વૈભવી કાર સહિત વિવિધ બચત-થાપણો મળી 1.16 કરોડની મિલકત છે. જ્યારે પત્નીના નામે 38 તોલા સોનું, 2.25 કરોડના મ્યુચ્યુઅલ ફંડ સહિતની બચતો છે. સ્થાવર મિલકત પણ પતિ-પત્નીના નામે 13 કરોડની છે.
સોમવારે 17 ચૂંટણી ફોર્મ ભરાયાં
વિરમગામ1 |
સાણંદ1 |
એલિસબ્રિજ1 |
નિકોલ1 |
નરોડા1 |
ઠક્કરબાપાનગર4 |
અમરાઇવાડી2 |
જમાલપુર-ખાડિયા1 |
દાણીલીમડા1 |
અસારવા2 |
ધોળકા1 |
ધંધુકા1 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.