યુવા દિવસ સ્પેશિયલ:અમદાવાદના યંગસ્ટર્સ કેફેમાં રોજ 5 લાખ ખર્ચે છે, સ્ટડી બાદ સ્ટાર્ટઅપને વધુ પસંદ કરે છે

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

યુવાનો મિત્રો સાથે દરરોજ સાંજે કેફે પર બેસવાનું પસંદ કરે છે. સિટીના કેફે ઓનર્સના મતે તેઓ દરરોજ અંદાજે 5 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ ચા-નાસ્તા પર કરે છે. અને આ જ કેફે અને હેંગાઆઇટ પ્લેસિસ પર બેસીને તેઓ પોતાના આઇડિયાને એક્ઝિક્યુટ કરવાનું પ્લાનિંગ પણ કરે છે. યુવાનોના સ્ટાર્ટઅપ રજિસ્ટ્રેશનમાં 70%નો વધારો થયો છે. (ધારા રાઠોડ-નિકુલ વાઘેલાનો રિપોર્ટ)

એક યંગસ્ટર અંદાજે રોજ 100 રૂપિયાનો ખર્ચ કરે છે
મિત્રો સાથે હેંગઆઉટ પ્લેસિસ પર મસ્તી એ અમદાવાદી યંગસ્ટર્સના રૂટિનનો એક પાર્ટ છે. દરરોજ સાંજે શહેરના મોટાભાગના કેફેમાં 70-80 ટકા લોકો 30 વર્ષથી ઓછી વયના જોવા મળે છે. સિટી ભાસ્કરે શહેરના જાણીતા કેફે ઓનર્સ સાથે વાત કરતા જાણવા મળ્યું કે એવરેજ 18-22 મિનિટ સુધી યંગસ્ટર્સ કેફે પર બેસે છે. જેમાં એક યંગસ્ટર અંદાજે 100 રૂપિયાનો ખર્ચ કરે છે. અમદાવાદમાં 100થી પણ વધારે કેફે છે. જેમાં એવરેજ 70 લોકો સાંજના 4 કલાકમાં વિઝિટ કરે છે જેમાં તેઓ દરરોજ 5 લાખથી વધુ રૂપિયા કોફી અને નાસ્તા પર ખર્ચ કરે છે.

30 વર્ષથી ઓછી વયના યુવાનોના સ્ટાર્ટઅપ રજિસ્ટ્રેશનમાં 70 ટકા સુધીનો વધારો
અમદાવાદી યંગસ્ટર્સ જોબ કરતા વધારે સ્ટાર્ટઅપ અને ઇનોવેશનમાં વધારે રસ ધરાવે છે. સ્ટડી બાદ તેઓ જોબ કરવાને બદલે પોતાના ઇનોવેટિવ આઇડિયા સાથે સ્ટાર્ટઅપ કરવાનું વધુ પસંદ કરે છે. 30 વર્ષથી નીચેના યુવાનોના સ્ટાર્ટઅપ રજિસ્ટ્રેશનમાં 70 ટકા સુધીનો વધારો થયો છે. જીયુસેક, આઇક્રિએટ અને એલ. જે. એમ અમદાવાદના 3 સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર સેન્ટર જ છેલ્લા 2 વર્ષમાં 10 કરોડ રુપિયાથી વધારેનું ફંડિગ કરી ચૂક્યા છે. યુવાનોના મોટાભાગના સ્ટાર્ટઅપ હેલ્થકર, ઇલેક્ટ્રોનિક અને આઇટી બેઝ્ડ છે.

યંગસ્ટર્સમાં સ્ટ્રેસનું પ્રમાણ વધ્યું, છેલ્લા 6 મહિનામાં સ્ટ્રેસ અને એન્ગ્ઝાઇટીના કેસમાં 60%નો વધારો
30 વર્ષથી ઓછી વયના યુવાનો પોતાના રૂટિનની નાની-નાની વાતોને લઈને સતત ઓવરથિકિંગ કરતા હોય છે. અને રોજિંદા કામમાં પણ તેમનું એગ્રેશન બાકીના લોકો કરતા વધારે જોવા મળે છે. જે તેમના માટે ક્યારેક જ ફાયદાકારક સાબિત થાય છે. મોટાભાગે તેમની ગતિને કારણે રુટિનમાં ધાર્યા કામ ના થવાથી તેમને સ્ટ્રેસનો અનુભવ થાય છે. સિનિયર સાયકોલોજિસ્ટ ડા. પ્રશાંત ભીમાણીના જણાવ્યા અનુસાર છેલ્લા 6 મહિનામાં 30 વર્ષથી નાના વયના લોકોમાં સ્ટ્રેસ અને એન્ગ્ઝાઇટીના કેસમાં પણ 60 ટકા સુધીનો વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...