તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્જરી:સિવિલમાં જટિલ સર્જરીથી યુવતી 2 વર્ષની પીડાથી મુક્ત

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સિવિલમાં સ્પાઇન સર્જનની ટીમે રાજકોટની 17 વર્ષીય યુવતીની કરોડરજ્જુની સફળ સર્જરી કરીને દર્દમુક્ત કરી છે. યુવતીએ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરાવીને પાંજરું મુકાવ્યા બાદ પરુ આવતાં તેને સિવિલમાં સારવાર માટે દાખલ કરાઇ હતી.

રાજકોટની 17 વર્ષીય સોનલને બે વર્ષ અગાઉ અકસ્માતમાં કમરના મણકામાં ગંભીર ઇજા પહોંચતાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં તેનું ઓપરેશન કરી ગાદી કઢાવી, પાંજરું મુકાવ્યું હતું. ઓપરેશન બાદ યુવતીને ચેપ લાગતાં પરુ આવતું હતું. બે વર્ષ બાદ પણ સોનલની દુઃખાવા અને પરુની તકલીફમાં વધારો થતાં પરિવારે રિવિઝન સ્પાઇન સર્જરી માટે અમદાવાદની સિવિલમાં લાવવામાં આવી.

સોનલને સિવિલમાં દાખલ કર્યા બાદ તાત્કાલિક એમઆરઆઇ, એકસ-રે અને સિટી સ્કેનના ટેસ્ટમાં કમરમાં નાખેલા પાંજરામાં જ ચેપનું નિદાન થયું હતુું. દર્દીની સ્થિતિને ધ્યાને રાખીને હોસ્પિટલ સુપ્રિ.અને સ્પાઇન સર્જન ડૉ.જે.વી.મોદી અને ટીમે યુવતીનું જટિલ અને અતિ જોખમી ઓપરેશન કરીને પાંજરું કાઢી, ફરી સ્ક્રૂ નાખીને મણકા સ્થિર કરવાનું ઓપરેશન સફળતાથી પાર પાડ્યું હતું. સિવિલમાં કોરોનાકાળમાં 400થી વધુ સ્પાઇન સર્જરી અમદાવાદ સિવિલના સ્પાઇન સર્જરી વિભાગે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...