તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ ગેંગરેપ:મુંબઈથી ઈવેન્ટ મેનેજમેન્ટ માટે આવેલી યુવતીને દારૂ પીવડાવી બે શખસોએ બળાત્કાર ગુજાર્યો, એક આરોપીની ધરપકડ અને એક ફરાર

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
યુવતીને ગુપ્ત ભાગે દુઃખાવો થતાં દુષ્કર્મની ખબર પડી પણ તે મુંબઈ પરત ફરવા જીદે ચડી હતી- પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
યુવતીને ગુપ્ત ભાગે દુઃખાવો થતાં દુષ્કર્મની ખબર પડી પણ તે મુંબઈ પરત ફરવા જીદે ચડી હતી- પ્રતિકાત્મક તસવીર
  • 13 ફેબ્રુઆરીએ યુવતી તેની અન્ય છ બહેનપણીઓ સાથે અમદાવાદમાં ઇવેન્ટ આવી હતી

મુંબઈથી અમદાવાદમાં ઇવેન્ટ મેનેજમેન્ટના કામ માટે આવેલી યુવતીને દારૂ પીવડાવી બે શખસોએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના બની છે. નારોલના આકૃતિ ટાઉનશીપ ખાતે અન્ય યુવતીઓ દારૂ પીતી હતી ત્યારે યુવતીને ઊંઘ આવી જતાં સોફામાં સુઈ ગઈ હતી ત્યારે બે શખસો એક યુવતીને બેડરૂમમાં લઇ જાય એક બાદ એક બળાત્કાર ગુજાર્યો હતો. આ બળાત્કાર ગુજારવાની ઘટનામાં એક યુવતી પણ મદદ કરી હતી. નારોલ પોલીસે આ મામલે બે યુવક અને યુવતી સામે ગુનો નોંધ્યો છે. પોલીસે યુવતી અને એક યુવકની ધરપકડ કરી છે.

મુંબઈથી આવીને નારોલની ટાઉનશીપમાં રોકાઈ હતી
મુંબઈની મરાઠા કોલોનીમાં રહેતી યુવતી 13 ફેબ્રુઆરીના રોજ તેની અન્ય છ બહેનપણીઓ સાથે અમદાવાદમાં ઇવેન્ટ માટે ટ્રેનમાં બેસી આવી હતી. નારોલના આકૃતિ ટાઉનશીપ ખાતે તેની બહેનપણી સાથે રોકાઇ હતી. રાત્રે તેમની સાથે સુરતના દાનાવાળા એપાર્ટમેન્ટ ખાતે રહેતી તાન્યા દાનાવાલા, તસકીલ ઉર્ફે મોન્ટુ કુરેશી અને સાહિલ શેખ આવ્યા હતા. તમામ લોકોએ સાથે બેસી દારૂ પીધો હતો. દરમિયાનમાં યુવતીને ઊંઘ આવી જતાં સોફામાં સુઈ ગઈ હતી. તાન્યા,તસકીલ અને અન્ય યુવતીને ઉચકી બેડરૂમમાં લઇ ગયા હતા. જ્યાં પહેલા સાહિલે યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં તાન્યા અને તસકીલ રૂમમાં ગયા હતા. થોડીવાર બાદ તેઓ બહાર આવ્યા હતા અને ઝઘડો કરવા લાગ્યા હતા.

આકૃતિ ટાઉનશીપમાં તમામે દારૂ પીધો હતો- પ્રતિકાત્મક તસવીર
આકૃતિ ટાઉનશીપમાં તમામે દારૂ પીધો હતો- પ્રતિકાત્મક તસવીર

યુવતી ભાનમાં આવતા ગુપ્ત ભાગે દુઃખાવો થતો હતો
દરમિયાનમાં યુવતી જાગી જતાં તેને ગુપ્ત ભાગે દુઃખાવો થવા લાગ્યો હતો. તેની સાથે દુષ્કર્મ થયું હોવાની જાણ થતાં પોતે અન્ય બહેનપણીઓ સાથે અહીંયા નથી રોકાવું, આપણે મુંબઇ જતાં રહીએ તેમ કહી જતી હતી. દરમિયાનમાં ફ્લેટના રહીશો જાગી ગયા હતા અને લોકો ભેગા થઇ જતાં સાહિલ ત્યાંથી નાસી ગયો હતો. જ્યારે ત્યાં તાન્યા અને તસકીલને લોકોએ પકડી લીધા હતા. યુવતીને ગુપ્ત ભાગે દુઃખાવો થતો હોવાથી તેને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઇવેન્ટ મેનેજમેન્ટના કામ માટે આવેલી યુવતી સાથે બંને યુવકોએ તેના મિત્રની મદદથી બળાત્કાર ગુજારતા નારોલ પોલીસ સ્ટેશનમાં સાહિલ, તસકીલ અને તાન્યા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો અને તાન્યા અને તસકીલની ધરપકડ કરવામાં આવી છે.

નારોલ પોલીસે એક યુવતી અને એક યુવકની ધરપકડ કરી
નારોલ પોલીસે એક યુવતી અને એક યુવકની ધરપકડ કરી