ક્યાં છે યંગીસ્તાન?:સોશિયલ મીડિયામાં વાતો કરવામાં યુવાનો આગળ,પરંતુ સક્રિય બની મતદાર તરીકે નોંધણીમાં નિરુત્સાહ, 18-19 વર્ષના નવા મતદાર તરીકે નોંધણીનો આંકડો સતત નીચો

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રવિવારના દિવસે ખાસ સંક્ષિપ્ત મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે
  • યુવા મતદારોમાં નવા મતદાર તરીકે રજિસ્ટર થવામાં ભારે ઉદાસીનતા

રાજ્યભરમાં હાલ નવા મતદારોની નોંધણીની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં ઉડીને આંખે વળગતી હતી મહત્વપૂર્ણ અને ગંભીર બાબત સામે આવી છે. માત્ર ચાલુ વર્ષે નહીં પરંતુ અમદાવાદમાં પાછલા કેટલાક વર્ષો દરમિયાન યુવા મતદારો એટલે કે 18-19 વર્ષની ઉંમર ધરાવતા યુવા મતદારોમાં નવા મતદાર તરીકે રજિસ્ટર થવામાં ભારે ઉદાસીનતા જોવા મળી રહી હોવાનું સામે આવ્યું છે.

ઇલેક્શન કમિશનની વેબસાઈટના માધ્યમથી પણ યુવા મતદારો પોતાનું નામ રજિસ્ટર કરાવી શકે છે
ઇલેક્શન કમિશનની વેબસાઈટના માધ્યમથી પણ યુવા મતદારો પોતાનું નામ રજિસ્ટર કરાવી શકે છે

પહેલા રવિવારે કુલ 43 હજાર 300 અરજી આવી
ખાસ કરીને અમદાવાદની વાત કરવામાં આવે તો ચાર રવિવાર સુધી મતદારયાદીમાં નવા મતદાર તરીકે નોંધણી, યાદીમાં નામ સુધારણા તથા યાદીમાંથી નામ કમી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. અમદાવાદ શહેરમાં 14 નવેમ્બર, રવિવારના દિવસે ખાસ સંક્ષિપ્ત મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં પહેલા રવિવારના દિવસે કુલ 43 હજાર 300 અરજી આવી છે. જેમાં નવા મતદાર યાદીમાંથી નામ કમી અને યાદીમાં સુધારા માટેનો સમાવેશ થાય છે. જે પૈકી માત્ર 10,922 અરજી 18-19 વર્ષ વયજૂથના મતદારોની મળી છે.

કોલેજ કેમ્પસમાં મતદાન જાગૃતિ માટે બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવે છે
કોલેજ કેમ્પસમાં મતદાન જાગૃતિ માટે બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવે છે

2022માં બહાર પડનાર મતદાર યાદી માટે 0.58% જ અરજી
આ પરિસ્થિતિ માત્ર આ વર્ષ નહિ પરંતુ વર્ષ 2012થી અત્યાર સુધી અમદાવાદ શહેરમાં નોંધાયેલ યુવા મતદારોનો આંકડો 20-30 વર્ષના નવા મતદારોની સરખામણીએ ચિંતાજનક જોવા મળી રહ્યો છે. મોટી વાત એ છે કે, જાન્યુઆરી 2022માં બહાર પડનાર મતદાર યાદી માટે માત્ર 0.58% જ અરજી આવી છે.ચૂંટણી પંચ દર વર્ષે નવા યુવા મતદારોને આકર્ષવા માટે પ્રયાસો કરે છે. જેમાં દરેક કોલેજ કેમ્પસમાં મતદાન જાગૃતિ માટે બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવે છે, જેને વર્ષના બે હજાર રૂપિયા માનદ વેતન પણ ચૂકવવામાં આવે છે. અમદાવાદ શહેરમાં 250 જેટલા બ્રાન્ડ એમ્બેસેડર કાર્યરત છે.

વોટર હેલ્પલાઇન એપ્લિકેશનના માધ્યમથી પણ યુવા મતદારો પોતાનું નામ રજિસ્ટર કરાવી શકે છે
વોટર હેલ્પલાઇન એપ્લિકેશનના માધ્યમથી પણ યુવા મતદારો પોતાનું નામ રજિસ્ટર કરાવી શકે છે

21, 27 અને 28 નવેમ્બરે ફરીથી નામ નોંધણી માટેની પ્રક્રિયા હાથ ધરાશે
આગામી 21, 27 અને 28 નવેમ્બરે ફરીથી અમદાવાદમાં અલગ-અલગ બુથ મથકો પર મતદાર યાદીમાં નામ નોંધણી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અમદાવાદ શહેરમાં 1229 સ્થાન અને ગ્રામ્ય વિસ્તારમાં 400 સ્થાન પરના કુલ 5580 બુથ મથકો પર આ કામગીરી થશે. સાથે જ ઇલેક્શન કમિશનની વેબસાઈટ અને વોટર હેલ્પલાઇન એપ્લિકેશનના માધ્યમથી પણ યુવા મતદારો પોતાનું નામ રજિસ્ટર કરાવી શકે છે. સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે યુવાનો સોશિયલ મીડિયા પર અલગ-અલગ મુદ્દાઓને લઈને પોતાની પ્રતિક્રિયા આપતા હોય છે. પરંતુ જ્યારે સક્રિય પણે પોતાના મતાધિકારનોનો ઉપયોગ કરવા માટે મતદાર યાદીમાં નામ નોંધાવાની વાત આવે છે, ત્યારે પરિસ્થિતિ અલગ જ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...