AMAમાં યોજાયેલી યુથ ટોકમાં પ્રવચન:યુવાનોએ નીતિ-નિયમો અને સિદ્ધાંતો સાથે જીવવું જોઈએ: જ્ઞાનવત્સલ સ્વામી

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
જ્ઞાનવત્સલ સ્વામી - ફાઇલ તસવીર - Divya Bhaskar
જ્ઞાનવત્સલ સ્વામી - ફાઇલ તસવીર

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની યુથ વિંગ દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના જેબી ઓડિટોરિયમમાં લાઈફ કોચ ડો. જ્ઞાનવત્સલ સ્વામીનું યુથ ‘ઈઝ બેસ્ટ ટાઈમ ટુ બી રિચ એન્ડ બેસ્ટ ટાઈમ ટુ બી પુઅર’ પર ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટોકનું આયોજન યુથ વિંગના ચેરપર્સન નિર્મમ ઝવેરી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં જ્ઞાનવત્સલ સ્વામીએ યુવાનોને અનુલક્ષીને નૈતિક મૂલ્યો વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘આજના યુવાનોએ નીતિ-નિયમ અને સિદ્ધાંતો સાથે જીવવું જોઈએ. એક સમયે સંપત્તિનો ત્યાગ કરી નૈતિક મૂલ્યોને જીવિત રાખવા જોઈએ.’

આ સાથે તેમણે ઓનસ્ક્રીન અને ડિજિટલાઈઝેશન પર પણ વાત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે,‘આજના યુવાનો ઓનસ્ક્રીન સમય વધુ પસાર કરે છે. યુવાનોએ ડિજિટલ લાઈફ કરતાં રિયલ લાઈફ જીવવી જોઈએ. ઓટીટી પ્લેટફોર્મ પર આજના યુવાનો વધુ સમય પસાર કરે છે.’ આ સાથે તેમણે યુવાનોને એકબીજામાં કોમ્પિટિશન રાખવા કરતાં એકબીજાને સર્પોટ કરવો જોઈએ અને મદદની ભાવના રાખવી જાેઈએ તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...