છેતરપિંડી:નોટોના બંડલની લાલચ આપી યુવકની વીંટી-ફોન પડાવી લીધા, 500ની નોટનું બંડલ હોવાનું કહીને ઠગાઈ

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગઠિયા ભાગી ગયા પછી બંડલમાંથી કાગળ નીકળ્યા

ત્રણ બાજુથી સીવેલા કપડાંના કવરમાં 500ની નોટોનું બંડલ હોવાનું કહીને રૂ.500ની એક નોટ બતાવીને 2 ગઠિયાએ યુવક પાસે પૈસાના બદલામાં દાગીના-ફોન માગતાં કવરમાં વધુ પૈસા હોવાનું માનીને યુવકે મોબાઈલ ફોન, સોનાની વીંટી અને ચાંદીનું કડું આપી દીધું હતું. બંનેના જતા રહ્યા બાદ યુવકે કવર ખોલીને જોયું તો તેમાંથી કાગળના ટુડકા નીકળ્યા હતા.

શાહીબાગના ભાવેશ બિહોલાને 2 યુવાનોએ કહ્યું કે, અમે અગાઉ નોકરી કરતા હતા તે શેઠ પાસેથી રોકડા પૈસા લાવીએ છીએ. એક 500ની નોટ આપીને કવર ખિસ્સામાં મુકી દીધું હતું. કવરમાં વધારે પૈસા હોવાનું માનીને ભાવેશે રૂ.8 હજારનો ફોન, સોનાની વીંટી (કિં.16 હજાર) અને ચાંદીનું કડું (કિં.8000) તેમને આપી દીધા હતા પણ કવર ખોલીને જોયું તો તેમાં કાગળના ટુકડા હતા.

અન્ય સમાચારો પણ છે...