તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સોશિયલ મીડિયામાં યુવતીના નામે ફેક એકાઉન્ટ બનાવી કૃષ્ણનગરની યુવતી સાથે સંપર્ક કરી યુવતી અને તેની પિતરાઈ બહેનના ફોટાનો દુરૂપયોગ કરી, ફોટા મોર્ફ કરી નગ્ન ફોટા બનાવી સોશિયલ મીડિયામાં ફરતા કરવાની ધમકી આપનાર બહુચરાજીના રહેવાસી યુવકની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે.
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે તેનો તથા તેની પિતરાઈ બહેનનો ફોટો મોર્ફ કરી, નગ્ન ફોટો બનાવી સોશીયલ મીડિયામાં ફરતો કરવાની કોઈ અજાણી વ્યક્તિએ તેને ધમકી આપી હતી.
આ બાબતને ધ્યાને લઈ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ટેકનિકલ પૃથક્કરણ હાથ ધરીને મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતેથી સ્મિત ઉર્ફે લાલો અતુલભાઈ પટેલ (રહે.રાજેશ્વરી સોસાયટી)ની ધરપકડ કરી હતી.
શારીરિક સંબંધની ના પાડતા ફોટા મોર્ફ કર્યા
પોલીસ સૂત્રો અનુસાર, છ મહિના પહેલાં આરોપી યુવકે યુવતીનું ખોટું નામ ધારણ કરીને ફરિયાદી યુવતીનો સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેનું પોત પ્રકાશતાં તેણે યુવતી પાસે શરીરસંબંધની માગણી કરી હતી. જેથી યુવતીએ તેને બ્લોક કરી દેતાં અલગ એકાઉન્ટ બનાવી યુવતીના અને તેની પિતરાઈ બહેનના ફોટા મોર્ફ કરી, નગ્ન ફોટો બનાવી ફરતા કરવાની ધમકી આપી હતી. આરોપી કોલેજનો અભ્યાસ પૂરો કરી આઈટીઆઇમાં કોર્સ કરતો હોવાનું બહાર આવ્યું છે.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.