હત્યારાની ધરપકડ:અમદાવાદમાં પાડોશીની તકરારમાં છોડાવવા ગયેલા યુવકની છરીના ઘા મારીને હત્યા કરનાર આરોપી ઝડપાયો

અમદાવાદએક મહિનો પહેલા
આરોપીએ અદાવતમાં એક દિવસ પહેલાં જ હત્યા કરી હતી
  • ઝગડામાં વચ્ચે પડવાની અદાવત રાખીને આરોપીએ છરીના ઘા મારીને હત્યા કરી નાંખી

અમદાવાદમાં હત્યાના બનાવોમાં વધારો થયો છે. નાની નાની બાબતોમાં થતી હત્યાઓની ઘટનાઓ વધી રહી છે. ત્યારે શહેરમાં પાડોશીઓના ઝગડામાં વચ્ચે પડીને છોડાવવા માટે ગયેલા યુવકની છરીના ઘા મારીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. ક્રાઈબ બ્રાંચે માત્ર એક જ દિવસમાં આરોપી હત્યારા બુટલેગરની ધરપકડ કરી લીધી છે. ક્રાઇમ બ્રાંચે આરોપીની ધરપકડ કરીને અમરાઇવાડી પોલીસ ને સોંપવાની તજવીજ શરૂ કરી છે.આ હત્યામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી કે અન્ય કોઈ અદાવત છે કે નહીં તે મુદ્દે પણ પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે.

ક્રાઇમ બ્રાન્ચે ઓઢવ રિંગ રોડથી આરોપીની ધરપકડ કરી
ક્રાઈમ બ્રાંચે ઝડપેલા આરોપીનું નામ સંજય ચાવડા ઉર્પે ઠૂંઠિયો છે. અમરાઈવાડીમાં ન્યુ જયભવાની નગરમાં રહેતો યોગેન્દ્રભાઈ પરમાર પોતાના ઘર નજીક ઉભા હતા ત્યારે અમૃતાનગરમાં રહેતા સંજય ચાવડા અને એક મહિલા સાથે ઝઘડો થતો હતો. યોગેન્દ્ર ઝગડો થતાં છોડાવવા વચ્ચે પડ્યો હતો. જેની અદાવત રાખીને સંજય ચાવડાએ છરીથી હુમલો કરી હત્યા કરીને ફરાર થઈ ગયો. ક્રાઇમ બ્રાન્ચે ઓઢવ રિંગ રોડથી આરોપીની ધરપકડ કરી છે.

ક્રાઈમ બ્રાંચે એક જ દિવસમાં હત્યાના આરોપીને ઝડપી પાડ્યો
ક્રાઈમ બ્રાંચે એક જ દિવસમાં હત્યાના આરોપીને ઝડપી પાડ્યો

મૃતક અને આરોપી વચ્ચે અદાવત ચાલતી હતી
આરોપી સંજય ચાવડા બુટલેગર છે. દારૂનો ધધો કરીને આતંક મચાવે છે. આરોપી વિરુદ્ધ અનેક ગુના નોંધાયા હોવાનું ખુલ્યું છે.મૃતક યોગેન્દ્ર સાથે બુટલેગર સંજયને અગાઉ પણ ઝઘડો થયો હતો. બન્ને વચ્ચે અદાવત ચાલતી હતી. જેથી મહિલા અને બુટલેગર સંજય વચ્ચે ઝઘડામાં મૃતક યોગેન્દ્ર વચ્ચે પડીને બન્ને પક્ષને છોડાવીને ઠપકો આપ્યો હતો.જેથી ઉશ્કેરાઈ જઈને આરોપી સંજયે ઝઘડામાં વચ્ચે કેમ આવ્યો તેવું કહીને છરીના ઘા ઝીકીને હત્યા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...