જાહેરમાં હત્યા:અમદાવાદમાં અમરાઈવાડીમાં પાડોશીની તકરારમાં છોડાવવા ગયેલા યુવકની છરીના ઘા મારીને હત્યા કરાઈ

અમદાવાદએક મહિનો પહેલા
ઘર પાસે ઉભેલા યુવકને જાહેરમાં છરીના ઘા ઝિંક્યા
  • ઝગડામાં વચ્ચે પડવાની અદાવત રાખીને આરોપીએ છરીના ઘા મારીને હત્યા કરી નાંખી

અમદાવાદમાં હત્યાના બનાવોમાં વધારો થયો છે. નાની નાની બાબતોમાં થતી હત્યાઓની ઘટનાઓ વધી રહી છે. ત્યારે શહેરમાં પાડોશીઓના ઝગડામાં વચ્ચે પડીને છોડાવવા માટે ગયેલા યુવકની છરીના ઘા મારીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધીને તપાસ હાથ હાથ ધરી છે. આરોપીને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ ટીમ બનાવી પ્રયાસો હાથ ધર્યાં છે.

સમગ્ર વિસ્તારમાં હત્યાના બનાવથી તંગદીલી વ્યાપી ગઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના અમરાઈવાડી વિસ્તારમાં ન્યુ જયભવાની નગરમાં રહેતા યોગેન્દ્રભાઈ પરમાર પોતાના ઘર નજીક ઉભા હતાં ત્યારે અમૃતાનગરમાં રહેતા સંજય ચાવડાએ તેમની પર છરીથી હૂમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત યોગેન્દ્રને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવે તે પહેલાં જ તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટનાથી સમગ્ર પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. સમગ્ર વિસ્તારમાં હત્યાના બનાવથી તંગદીલી વ્યાપી ગઈ છે.

પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી
પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી

આરોપી બુટલેગર હોવાનો પરિવારે આક્ષેપ કર્યો
યોગેન્દ્રભાઈ પાડોશીઓમાં થયેલા ઝગડામાં છોડાવવા માટે વચ્ચે પડ્યાં હતાં. જેની અદાવત રાખીને તેમની હત્યા કરવામાં આવી છે. આરોપી સંજય ચાવડા બુટલેગર હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. દારુનો ધંધો કરીને સંજય સમગ્ર વિસ્તારમાં આતંક મચાવે છે. આરોપી વિરૂદ્ધ અનેક ગુના નોંધાયા હોવાનું ખુલ્યું છે. ઝઘડો કરવા બાબતે ઠપકો આપતા આરોપી સંજયે ઝઘડામાં વચ્ચે કેમ આવ્યો તેવું કહીને છરીના ઘા ઝીકીને હત્યા કરી હતી.આ હત્યાને લઈને અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. અગાઉ પણ આરોપી પર અનેક લોકો પર હુમલા કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...