હુમલો:વાડજમાં રામાપીરના ટેકરા પાસે મોડી રાતે પૈસાની લેતીદેતીના મુદ્દે યુવક પર છરીના ઘા ઝીંક્યા

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાસી છૂટેલા હુમલાખોરની પોલીસે ધરપકડ કરી

પૈસાની લેતીદેતી તેમ જ અંગત અદાવતમાં વાડજમાં યુવક પર છરાના 6-7 ઘા મારતાં, યુવક ઈજાગ્રસ્ત થતાં હુમલાખોર ભાગી ગયો હતો. વાડજ પોલીસે ખૂનની કોશિષનો ગુનો નોંધી નાસી છૂટેલા આરોપીની ધરપકડ કરી હતી.

જૂના વાડજમાં રામાપીરના ટેકરા, બળિયાદેવની ચાલીમાં રહેતા હિરલબેન મકવાણાના પતિ પ્રમોદભાઈ નરસિંહભાઈ મકવાણાનું 2 વર્ષ પહેલાં મોત થયું હતું. જ્યારે હાલમાં હિરલબેન દીકરા અનિકેત અને દીકરી માન્યતા સાથે રહે છે. તા. 3 જાન્યુઆરીએ રાતે અનિકેત બહાર રોડ પર ગયો હતો ત્યારે 2 છોકરાએ હિરલબેનને ઘરે જઈને કહ્યું કે કોઇએ અનિકેતને માર્યો છે. જેથી હિરલબેને ત્યાં જઈને જોયું તો અનિકેત લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો.

ટોળામાં હાજર લોકોએ હિરલબેનને જણાવ્યું કે, બળિયાદેવની ચાલીમાં રહેતા પ્રદીપ સવાભાઈ સોલંકીએ છરાના 6-7 ઘા મારી દીધા હતા. આ અંગે હિરલબેને વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એ.એસ.ચૌધરીએ આરોપી પ્રદીપ સોલંકીની ધરપકડ કરી હતી. પ્રદીપે પોલીસને જણાવ્યું હતું કે, અનિકેત આવતા-જતાં તેને હેરાન કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...