વિવાદ:પાલડીમાં લક્ષ્મી જૈન દેરાસર પાસે કાચની બરણીમાં ફટાકડા ફોડનાર યુવકને ઠપકો આપતાં મારામારી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 3 યુવકે કારચાલકને માર્યો હોવાની ફરિયાદ

પાલડીમાં રોડ પર કાચની બરણીમાં બોંબ ફોડતા યુવકોને કારચાલકે કોઈને નુકસાન ન થાય તે રીતે ફટાકડા ફોડવા અને રાતે 12 વાગ્યા હોવાથી ઘરે જવા કહ્યું હતું. જેથી યુવકોએ કારચાલક સાથે ઝગડો-મારામારી કરી હતી. આ ઘટનામાં બંને પક્ષે મારામારી થઇ હોવાથી બંનેએ પાલડી પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાવી હતી.

પાલડીની અભિગમ સોસાયટીમાં રહેતા અંકિતભાઈ પટેલ(33) મંગળવારે રાતે ફટાકડા ખરીદીને ઘરે જતા હતા, ત્યારે લક્ષ્મી જૈન દેરાસર ચાર રસ્તા પાસેના પ્રતીક્ષા ફ્લેટ પાસે 4 પૈકી એક છોકરો રોડ પર કાચની બરણીમાં બોંબ ફોડી રહ્યો હતો. જેથી અંકિતભાઈએ ગાડી ઉભી રાખી, ચારેયને બરણીમાં ફટાકડા નહીં ફોડવાનું કહેતા તેમણે વળતો જવાબ આપી કહ્યું કે, તમને શું વાંધો છે? માથાકૂટ બાદ ચારેય યુવકોએ અંકિતભાઈને માર મારતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ચિરંજીવી પાટીલ સહિતના યુવકો સામે ફરિયાદ નોંધી હતી.

સામેપક્ષે પાલડી રવિન્દ્રનાથ સોસાયટીમાં રહેતા ચિરંજીવી પાટીલ(26) એ અંકિત પટેલ વિરુધ્ધ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, તેના નાના ભાઈ વેદ પાટીલને ફટાકડા ફોડવા બાબતે અંકિત પટેલ સાથે ઝગડો થતા અંકિતે વેદને માર્યો હતો. જેથી ચિરંજીવી તેના મિત્ર વિમલ સાથે ત્યાં પહોંચતા અંકિત પટેલે ચિરંજીવીને કહ્યું કે, તું તારા ભાઈને બચાવવા કેમ આવ્યો છું, તેમ કહીને ઝપાઝપી કરી મારવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...