તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:સસ્તામાં ટીવી-AC ખરીદવા જતાં યુવકે 1.81 લાખ ગુમાવ્યા, સોશિયલ મીડિયામાં 17 હજારમાં વેચવાની જાહેરાત જોઈ હતી

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બાપુનગરમાં ફરિયાદ, ગઠિયાએ આર્મી મેન હોવાનું કહી છેતર્યો

બાપુનગરમાં રહેતા યુવકે સોશિયલ મીડિયા પર સસ્તામાં ટીવી અને એસી 17 હજારમાં વેચવાની જાહેરાત જોઈ હતી. જેને લઈ બે વ્યક્તિએ કુલ રૂ.1.81 લાખ પડાવી છેતરપિંડી આચરી હતી. આ મામલે બાપુનગર પોલીસમાં બે વ્યક્તિ વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.

વિજય ચૌહાણે સોશિયલ મીડિયામાં ટીવી અને એસી વેચવાની જાહેરાત જોઈ ફોન કર્યો હતો. જેમાં સામેની વ્યક્તિએ પોતાની ઓળખ બ્રિજનકુમાર તરીકે આપીને પોતે આર્મીની કેન્ટીનમાં નોકરી કરતો હોવાનું કહ્યું હતું. બ્રિજને જમ્મુ ટ્રાન્સફર થઈ હોવાથી ટીવી-એસી 17 હજારમા વેચવાનું કહ્યું હતું. તેમજ આર્મીની કેન્ટીનનુ કાર્ડ પણ વોટસઅપમાં મોકલ્યુ હતુ. વિજય ચૌહાણને વિશ્વાસ આવતા તેણે ટીવી અને એસી ખરીદવાની વાત કરતા બ્રિજનકુમારે શરુઆતમાં 2020 રૂ. ટોકન તરીકે મગાવ્યા હતા.

ત્યારબાદ ટીવી અને એસી કુરિયરમા મોકલી દીધા હોવાનુ કહી અન્ય એક વ્યકિત અમિતકુમાર સાથે વાત કરવાનું કહ્યું હતું. આ અમિતકુમારે અલગ અલગ ચાર્જના નામે 13 વખત ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવી કુલ રૂ. 1.81 લાખ પડાવી છેતરપિંડી આચરી હતી. ત્યારબાદ ઠગાઈનો ભોગ બન્યાની જાણ થતા વિજય ચૌહાણે આ મામલે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...