દુર્ઘટના:કાલુપુરમાં જર્જરિત મકાનની દીવાલ પડી જતાં યુવકનું મોત; કસુમ્બાવાડમાં વાંદરો કૂદતાં દીવાલ પડી

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 3 માળના મકાનનું ટી ગર્ડરને આધારે રિપેરિંગ કરવા મ્યુનિ.એ રજાચિઠ્ઠી પણ આપી દીધી હતી

કાલુપુરના કસુમ્બાવાડમાં એક જર્જરિત મકાન પર વાંદરો કૂદતાં દીવાલ ધરાશાયી થઈ હતી. દીવાલનો કાટમાળ ત્યાં ઊભેલા 27 વર્ષીય યુવક પ્રતીક શાહ પર પડતાં તેમનું મૃત્યુ થયું છે.

કાલુપુરમાં કસુમ્બાવાડ ખાતે એક ત્રણ માળનું મકાન જર્જરિત હાલતમાં છે. મકાન ભયજનક બનતાં મ્યુનિ. દ્વારા તેને દુરસ્ત કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. રિપેર કરાવવા માટે મકાન માલિક કૌપીન શાહે મ્યુનિ.ને અરજી કરી રજાચિઠ્ઠી મેળવી હતી, જેમાં ટી ગર્ડરને આધારે મકાનના બાંધકામ માટે મંજૂરી અપાઈ હતી. ગત 31મી માર્ચે મ્યુનિ. દ્વારા રજા ચીઠ્ઠી આપવામાં આવી હતી.

પ્રતિક અને તેમના પિતા હાલ શ્યામલ વિસ્તારમાં રહે છે. જોકે તેઓ નિયમિત રીતે પોળમાં આવેલા તેમના મકાનની સંભાળ માટે આવતા હતાં. મંગળવારે બપોરે પ્રતિક પોતાના મકાને આવ્યો હતો. દરમિયાન મકાનથી બહાર આપતા અન્ય મકાનની દીવાલ પર વાંદરો કૂદતાં તે પડી હતી અને પ્રતિક ઘાયલ થયો હતો. પ્રતીકને તત્કાલ વી.એસ. હોસ્પિટલ લઇ જવાયો હતો. ત્યાંથી તેને એસવીપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન પ્રતીકનું મૃત્યું થયું હતું. તેના પિતાને પણ ઘટનામાં સામાન્ય ઇજા થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...