તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:થલતેજમાં બાઇક સ્લીપ થતાં ડિવાઇડર સાથે અથડાવાથી યુવકનું મોત, એકને ઇજા

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

પલોડિયાની ઇલેક્ટ્રોથર્મ કંપનીના 3 કર્મચારી 2 બાઇક પર નોકરી જઈ રહ્યા હતા ત્યારે થલતેજ પાસે એક બાઇક સ્લીપ થતા 2 કર્મચારી મેટ્રો ટ્રેન નીચેના ડિવાઇડર સાથે અથડાયા હતા, જેમાંથી માથામાં ગંભીર ઇજા થવાથી એકનું મોત નિપજ્યું હતુ. જ્યારે બીજા કર્મચારીને બેભાન હાલતમાં હોસ્પિટલ લઈ જવાયો હતો.

નિકોલમાં રહેતા જયદેવ રાઠોડ તેમની સાથે કામ કરતા રાહુલ પટેલ અને હેમંત ચતુર્વેદી સાથે નોકરી પર જઈ રહ્યા હતા. રાહુલ અને હેમંત એક બાઇક પર હતા. બુધવારે સવારે 7.45 વાગ્યે દૂરદર્શન ટાવર સામે રાહુલનું બાઇક સ્લિપ થયું હતું, જેથી બંને મેટ્રો ટ્રેનના બ્રિજ નીચેના ડિવાઈડર સાથે અથડાયા હતા, જેમાં રાહુલનું મોત નીપજ્યું હતું જ્યારે હેમંતને ગંભીર ઇજા થઈ હતી. આ અંગે જયદેવ રાઠોડે એ ડિવિઝન ટ્રાફિક પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો