યુવકની હત્યા:અમદાવાદના આનંદનગરમાં પ્રેમ પ્રકરણમાં યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, લોકોના ટોળેટોળા એકઠા થયાં

અમદાવાદ21 દિવસ પહેલા
આનંદનગર ઘટનાસ્થળે દોડી ગઈ હતી
  • અમદાવાદમાં વિશ્વ અહિંસા દિવસે જ એક યુવકનું ઢીમ ઢાળી દીધું
  • પોલીસે શંકાસ્પદ યુવકની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી

અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં એક યુવકની પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આરોપીએ યુવક પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકતા તેનું મોત નીપજ્યું હોવાની વિગત પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે.

હત્યાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા
હત્યાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા

સૂત્રોના જણાવ્યા અનુસાર આનંદનગર પસે આવેલા હરણ સર્કલ નજીક 7 વાગ્યાના અરસમાં એક યુવકને મોતને ઘાટ ઉતારાયો હોવાની જાણ પોલીસને થઈ હતી.પોલીસ આનંદનગર વિસ્તારમાં આવેલા તૃષા ફ્લેટમાં પહોંચી હતી. જ્યાં સંજય ધોબી નામના યુવકને કોઈએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા હતા. જેનું ત્યાં મોત નીપજ્યું હતું.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સંજય ધોબીને કોઇ શખસે પ્રેમ પ્રકરણમાં હથિયારના ઘા ઝીંક્યા હતાં. આ વાતની જાણ પોલીસને થતાં પોલીસે શંકાસ્પદ યુવકની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે.

6 દિવસ પહેલાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હતી
દાણીલીમડા વિસ્તારમાં 24 સપ્ટેમ્બરે રાતે ધડ અને માથું અલગ અલગ મળ્યું હતું. જે બાબતે પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. ત્યારે ગુનાના આરોપી હત્યારા મિત્રની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરીને ગુનાનો ભેદ ઉકેલી દીધો છે. સમગ્ર મામલે જૂની અદાવતમાં જ મિત્રએ મિત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

પોલીસને મળ્યું હતું ધડ વગરનું તરતું માથું
દાણીલીમડામાં ન્યુ ફૈસલ નગર ખાતે આવેલ સોઢણ તલાવડી ખાતે ખંડેર હાલતની ઓરડીમાં તલાવડીનું પાણી ભરાયુ હતું, જેમાંથી માથા સિવાય કોથળામાં બાંધેલ લાશ તેમજ માથું તરતું મળી આવ્યું હતું. જે બાબતે પોલીસે તપાસ શરૂ કરી હતી ત્યારે મૃતક વ્યક્તિ શાહરૂખ ઉર્ફે મસરી સ્થાનિક જ હોવાનું જાણવા મળ્યું હતું. લાશની ઓળખ થતાં મૃતકની માતાએ પોલીસને જણાવ્યું હતું કે, શાહરૂખ 15 સપ્ટેમ્બરથી ગુમ હતો. સમગ્ર મામલે દાણીલીમડા પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.