તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:એસપી રિંગ રોડ પર બાઇકમાં ચાવી રાખી શૌચ કરવા જવું યુવકને ભારે પડ્યું, બે શખ્સ બાઈક લઇ નાસી ગયા

અમદાવાદ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વૈષ્ણવદેવી અંડરબ્રિજ પાસે સર્વિસ રોડ પરનો બનાવ

શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા યુવકને બાઇકમાં ચાવી ભરાવી અને શૌચ કરવા જવું ભારે પડ્યું છે. સરદાર પટેલ રિંગ રોડ પર વૈષ્ણવદેવી અંડરબ્રિજ પાસે સર્વિસ રોડ પર યુવક બાઈક ઉભું રાખી અંદર ચાવી રાખી શૌચ કરવા ગયો ત્યારે બે અજાણ્યા શખ્સ યુવકનું બાઈક લઈ ફરાર થઈ ગયા હતા. યુવક બાઈક લેવા પાછળ દોડ્યો પરંતુ તેઓ નાસી ગયા હતા. સાબરમતી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ચાંદખેડા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો વિશાલ મહેરિયા અભ્યાસ કરે છે અને ગોતામાં ડાન્સ શીખવા જાય છે. ત્રણ દિવસ પહેલા વિશાલ બાઈક લઈ ગોતા જવા નીકળ્યો હતો. સરદાર પટેલ રિંગ રોડ પર વૈષ્ણવદેવી અંડરબ્રિજ પાસે સર્વિસ રોડ પર વિશાલ બાઈકમાં ચાવી રાખી શૌચ કરવા ગયો ત્યારે બે અજાણ્યા શખ્સ આવ્યા હતા અને બાઈક ચાલુ કરી લઈ નાસી ગયા હતા.

બંને શખ્સ બાઈક વૈષ્ણવદેવી તરફ લઈને જતા રહેતા વિશાલ પાછળ દોડ્યો હતો પરંતુ તેઓ નાસી ગયા હતા. વિશાલના કાકા જેઓ તેમની સાથે રહે છે તેઓએ બે મહિના પહેલા જ આ નવી બાઈક ખરીદી હતી. વિશાલે આ મામલે સાબરમતી પોલીસને જાણ કરી હતી. સાબરમતી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો