તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામા ભંગ:મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી સમયે શાહીબાગમાં લગ્નપ્રસંગે જાહેરમાં યુવકે તલવારબાજી કરી, વિડિયો વાઈરલ થયો

અમદાવાદ9 દિવસ પહેલા
લગ્ન પ્રસંગે તલવાર સાથે ડાન્સ કરતો યુવક
  • જાહેરનામા મુજબ તલવાર, શસ્ત્ર અને દંડા જેવા હથિયાર રાખવા તે ગુનો

શહેરમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે જેની વચ્ચે બે દિવસ પહેલા જ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે હથિયારબંધી અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં તલવાર, શસ્ત્ર અને દંડા જેવા હથિયાર રાખવા તે ગુનો બને છે. પરંતુ અમદાવાદના ચમનપુરા વિસ્તારમાં લગ્નપ્રસંગના વરઘોડા દરમિયાન જાહેરમાં તલવાર વડે ડાન્સનો વીડિયો સામે આવ્યો છે. એક વ્યક્તિ જાહેર રોડ પર તલવાર ફેરવી અને ડાન્સ કરી રહ્યો છે. આ વીડિયો ચમનપુરા વિસ્તારમાં પંજાબી સોસાયટી પાસેનો હોવાનું જાણવા મળ્યું છે.

વરઘોડા દરમિયાન તલવાર સાથે ડાન્સ
જાહેરમાં તલવાર વડે કેક કાપવા અને ડાન્સ કરવાના કિસ્સાઓ અમદાવાદમાં વધી રહ્યા છે. શાહીબાગ વિસ્તારમાં ચમનપુરા પાસે એક લગ્ન પ્રસંગે વરઘોડામાં એક વ્યક્તિ તલવાર વડે ડાન્સ કરતો હોવાના વિડિયો સામે આવ્યા છે. અનેક લોકોની હાજરીમાં વ્યક્તિ તલવાર ફેરવી રહ્યો છે. ચૂંટણી દરમિયાન પોલીસને આવા હથિયાર સાથે લોકો ફરતા હોય તો કડક કાર્યવાહી કરવી જરૂરી છે ત્યારે શું શાહીબાગ કે મેઘાણીનગર પોલીસ આ મામલે કાર્યવાહી કરશે?

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો