તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિત્રને કોરોના થતાં આપઘાત:અમદાવાદના નિકોલમાં ખાસ મિત્રને કોરોના પોઝિટિવ આવતાં ટેન્શનમાં યુવકે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિકોલ પોલીસે અકસ્માતે મોત નોધી તપાસ હાથ ધરી

અમદાવાદ શહેરના કઠવાડા ગામમાં રહેતા ઉત્તરપ્રદેશના યુવકે પોયના મિત્રને કોરોના પોઝિટિવ આવતાં ચિંતામાં આવી ગયા હતા અને બાદમાં તેઓએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં નિકોલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકના પરિવારે એવો દાવો કર્યો હતો કે, મિત્રને કોરોના આવતા અર્જુનસિંહે આપઘાત કર્યો છે.

પોલીસે અકસ્માતે મોત નોઁધ્યું
પોલીસને મરનારની પત્ની અને કાકાએ જણાવ્યું હતું કે મૃતકના મિત્ર કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમના ખાસ મિત્ર હોવાથી ચિંતામાં આવી ગયા અને આવેશમાં આવી પોતે ગળાફાંસો ખાઈ લીધો હોવાનું તેમનું માનવું છે. નિકોલ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

આપઘાત કરનાર યુવક યુપીનો રહીશ
મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને કઠવાડા ખાતે આવેલા ગોકુલ ગેલેક્સી ફ્લેટમાં અર્જુનસિંહ ચૌધરી તેની પત્ની અને પાંચ વર્ષના દીકરા સાથે રહેતા હતા. તેઓ એક ખાનગી સિક્યુરિટી કંપનીમાં નોકરી કરતા હતા. શનિવારે તેઓ નોકરીથી આવી અને જમ્યા હતાં. રાતે પત્ની વાસણ ધોતી હતી ત્યારે રૂમમાં દરવાજો બંધ જોતા તેઓએ દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ દરવાજો ન ખોલતા પાડોશીઓને બોલાવી દરવાજો ખોલતા અર્જુનસિંહ ચાદર વડે પંખે લટકી આત્મહત્યા કરી હતી.

પોલીસે પરિવારજનોના નિવેદન લીધા
પોલીસને જાણ કરતાં નિકોલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી પરિવારજનોનું નિવેદન લીધું હતી. પત્ની અને કાકાએ પોલીસને જણાવ્યું હતું કે, મૃતકના મિત્ર કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમના ખાસ મિત્ર હોવાથી ચિંતામાં આવી ગયા અને આવેશમાં આવી પોતે ગળાફાંસો ખાઈ લીધો હોવાનું તેમનું માનવું છે. હાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો