કાર્યવાહી:બસમાં આંગડિયાના 7 લાખના દાગીના ચોરનાર યુવક પકડાયો, મહેસાણા જતી એસટીમાંથી થેલો ચોર્યો હતો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે વોચ ગોઠવી નરોડા પાસેથી ધરપકડ કરી

અમદાવાદના ગીતામંદિર એસટી બસ સ્ટેશન પર આંગડિયા પેઢીના કર્મચારીની નજર ચૂકવીને રૂ.સાત લાખથી વધુના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરનાર આરોપીને ક્રાઈમ બ્રાંચની ટીમે નરોડામાંથી ઝડપી દાગીના કબજે કર્યા હતા.

ગત 27 ઓક્ટોબરના રોજ ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડમાં અમદાવાદથી ધાનેરા જતી બસમાં બેસી મહેસાણા જઈ રહેલા આંગડિયા પેઢીના કર્મચારીની નજર ચૂકવી કોઈ સોના-ચાંદીના દાગીના(કિંમત રૂ.7.95 લાખ) ચોરી ગયું હતું. આ મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

ક્રાઈમ બ્રાંચના પીઆઈ પી.બી.દેસાઈની ટીમને તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, બસમાંથી આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટનારો આરોપી પરષોત્તમ ઉર્ફે પચિયો ઉર્ફે પચુ નાનજી સોલંકી (ઉં.37 રહે.વિમલનાથ ફ્લેટ,નરોડા) નરોડામાં છે. જેથી પોલીસે વોચ ગોઠવીને નરોડા બેઠક પાસેથી ઝડપી લઈ તેની પાસેથી સોના-ચાંદીના દાગીના કબજે કર્યા હતા.આ સાથે ચોરીમાં સંડોવાયેલા તેના સાગરીત અશ્વિન છારાની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે.

આરોપીએ કબૂલાત કરી હતી કે, અશ્વિન છારા સાથે મળીને ગીતામંદિર એસટી સ્ટેન્ડમાં મુસાફરોની બેગચોરી કરતા હતા. 27 ઓક્ટોબરે ચોરી કરી કુબેરનગર જઈને થેલો ચેક કરતાં તેમાં દાગીના મળ્યા હતા. અશ્વિનને દાગીનાનો ભાગ આપી પોતાના ઘર તરફ જતા પરષોત્તમને પોલીસે ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...