અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ:​​​​​​​મેમનગર ફાયર સ્ટેશન પાસે IPL સટ્ટો રમાડતો યુવક ઝડપાયો, શાહિબાગમાં વકીલની ઓફિસમાંથી 80 હજારની મતાની ચોરી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસ તપાસમાં સટ્ટા બેટિંગના રેકેટ સાથે સંકળાયેલ વધુ ત્રણના નામ ખુલ્યા

અત્યારે આઈપીએલ મેચ ચાલી રહી છે આ મેચને લઈને શહેરમાં મોટાપાયે સટ્ટો રમાઈ રહ્યો છે ત્યારે એક સટોડિયાને ઝડપી પાડવામાં પોલીસને સફળતા હાથ લાગી છે. ક્રાઈમબ્રાન્ચે મેમનગર ફાયર સ્ટેશન સામે પલ્લવી રો હાઉસમાં આવેલી એસએમએન એન્ટરપ્રાઇસ દુકાન પાસે ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા યુવકને ઝડપી લીધો હતો. પોલીસે શુક્રવારે રાત્રે ઝડપાયેલા યુવક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સટ્ટા બેટિંગના રેકેટ સાથે સંકળાયેલ વધુ ત્રણના નામ ખુલ્યા હતા.

બાતમીના આધારે પોલીસે મેમનગર પાસે વોચ કરતા એસએમએન દુકાન પાસેથી પલ્લવી રોહાઉસમાં રહેતાં 32 વર્ષીય રાજકુમાર ઉર્ફ રાહુલ જીતેન્દ્ર જૈનને પકડ્યો હતો. પોલીસ તપાસમાં રાહુલના મોબાઈલમાં ગૂગલ ક્રોમમાંથી buzzerexch.com નામની ક્રિકેટ સટ્ટાની વેબસાઈટમાં rahul9922 યુઝર્સ ક્લાયન્ટ આઈડી ખુલ્લું હતું. જેમાં 5 લાખ બેલેન્સ જોવા મળ્યું હતું. આ આઈડીના યુઝર ક્લાયન્ટ જય શાહ હરિશ્યામ ફ્લેટ, નવગુજરાત કોલેજ પાસે,ઉસમાનપુરા, દિશાગ પટેલ જળકમલ સોસાયટી, ગાંધીબ્રિજ પાસે,શાહપુર અને અને મહાવીર જૈન આમ્રકુંજ ફ્લેટ,શાહીબાગના નો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ગુનો દાખલ કરી પોલીસે buzzerexch સટ્ટાની વેબસાઈટના ધારક અંગે તપાસ હાથ ધરી છે.

વકીલની ઓફિસમાં ધોળા દિવસ ચોરી થઇ ​​​​​​
અસારવા સિવિલમાં યુ.એન.મહેતા હોસ્પિટલ સામેના કોમ્પલેક્ષમાં આવેલી વકીલની ઓફિસમાં ધોળા દિવસ માત્ર અઢી કલાકમાં રોકડ પાંચ હજાર અને સોનાના લકી સહિત કુલ રૂ. 80 હજારની મત્તાની ચોરી થઇ હતી. જો કે આ બનાવની પોલીસ ફરિયાદ પાંચ મહિના બાદ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. શાહીબાગ સિવિલ હોસ્પિટલ રોડ ઉપર વિઠ્ઠલનગર પાસે રહસ્ય સોસાયટીમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા હરીશભાઇ વસઇકરએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી.

જે મુજબ સિવિલમાં યુ.એન. મહેતા હોસ્પિટલ સામે આવેલા ક્રિષ્ણા કોમ્પલેક્ષમાં પોતાની ઓફિસમાં તા.23 નવેમ્બરના રોજ સવારે નવ વાગે હાજર હતા અને અઢી કલાક બાદ બીજી ઓફિસમાં જઇને પરત ઓફિસે ગયા હતા. આ સમયે ખબર પડી તેમની ઓફિસમાં ટેબલ ઉપર પડેલું તેમની બેહનનું પર્સ કોઇક અજાણી વ્યક્તિ લઇ ગઇ હતી, આ પર્સમાં રોકડા રૂપિયા પાંચ હજાર અને રૂ. ૩૦ હજારની કિંમતની સોનાની લકી સહિત કુલ રૂ. 80 હજારની મત્તાની ચોરી થઇ હતી. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...