તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:યુવતીનું ફેસબુક હેક કરીને તેના ફ્રેન્ડને બીભત્સ મેસેજ અને ન્યૂડ ફોટા મોકલનાર યુવક ઝડપાયો

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હીરા ઘસતા યુવકે માત્ર શોખ માટે જ એકાઉન્ટ હેક કર્યું

અમદાવાદ: શહેરમાં સાયબર ક્રાઈમમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ફેસબુકમાં યુવતીનું એકાઉન્ટ હેક કરીને યુવતીના જ મિત્રને બીભત્સ મેસેજ અને ફોટા મોકલ્યા હતા. જે બાદ સાયબર ક્રાઈમ મા ફરિયાદ નોંધાઇ હતી અને પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી હતી.

અમદાવાદની યુવતીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેનું એકાઉન્ટ હેક થઈ ગયું હતું અને હેક થયેલ આઇડી માંથી તેના મિત્રને બીભત્સ મેસેજ અને બીભત્સ ફોટા મોકલ્યા હતા. આ મામલે સાયબર ક્રાઇમ ગુનો નોંધીને આરોપી પ્રવીણ સાપરિયાની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આરોપીને ફેસબુકમાં છોકરીના નામનું ફેક્ આઇડી બનાવી ફરિયાદીને રીકવેસ્ટ મોકલી હતી અને તેમના એકાઉન્ટમાં જઈને ફોન નંબર મેળવ્યો હતો અને તે ફોન નંબરથી જ ફેસબુકમાં લોગ ઈન કર્યું હતું જે બાદ ફરિયાદીના મિત્રને મેસેજ કર્યા હતા.આરોપી હીરા ઘસવાનું કામ કરે છે માત્ર શોખ માટે જ આ પ્રકારે એકાઉન્ટ હેક કરીને મેસેજ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો